ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું..
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું..
( રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા )
ડીસા Dy. SP ડોક્ટર કુશલ ઓઝા અને દક્ષિણ પી.આઇ. શક્તિસિંહજી અને તમામ સ્ટાફે વૃક્ષારોપણ કર્યું..
આજે ભારત ના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો 72 મો જન્મ દિવસ ની ઉજવણી આખા ભારત વર્ષ માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..
ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ના સ્ટાફ તરફ થી પણ વડાપ્રધાન ને દીર્ઘ આયુષ્ય અને ભગવાન હંમેશા એમને સ્વસ્થ રાખે એવી શુભકામનાઓ પાઠવી વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં ડીસા ના ડીવાય.એસપી. કુશલ ઓઝા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ના પી.આઇ. શક્તિસિંહ ગોહિલ સહિત કેવળભાઈ , પ્રવીણભાઈ , મિલનભાઈ, નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ અન્ય સ્ટાફ દ્વારા વૃક્ષો વાવીને પ્રકૃતિનો જતન કરવું અને આવનાર ભવિષ્ય ને પણ સુંદર બનાવો એ હેતુને સાર્થક કરવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું..
ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ની અંદર આવેલા બગીચા માં વૃક્ષો વાવીને વડાપ્રધાન ના જન્મ દિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી..