BANASKANTHA//પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ..
પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ..
રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
પાલનપુર કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ..
જેમાં પાક કૃષિ વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, ગ્રામ અને લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી..
બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, આદિજાતિઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર સક્રિયપણે સંકલ્પબધ્ધ છે ત્યારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે અને ટ્રાયબલ વિસ્તાર અન્ય વિસ્તારોની હરોળમાં આવે તેવા કામોને અગ્રતા આપી આદિજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે મંજુર કરવામાં આવેલ કામો સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરી અંતરીયાળ વિસ્તારો સુધી વિકાસના ફળ પહોંચાડવા જણાવ્યું હતું..
તેમણે કહ્યું કે શિક્ષણ, રોડ, પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપીએ. જે પણ કામો હાથ ધરવામાં આવે તે અધૂરા ન રહે તેવી રીતે આયોજન કરી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા મંત્રીએ સુચના આપી હતી..
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે આદિજાતિ માટે ફળવાયેલી ગ્રાન્ટના પડતર કામોનું તાત્કાલીક અમલીકરણ શરૂ કરવા જે તે વિભાગને તાકીદ કરી હતી..
આ બેઠકમાં લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી રીટા પંડ્યા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં..