બનાસકાંઠા જિલ્લા - જુનાડીસા ગામ અને જાલોરી સમાજ નું ગૌરવ
ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડમાં બબ્બે કેટેગરીમાં બેસ્ટ નોમિનેશન મેળવતા મોહસીન ચાવડા
જુનાડીસાનાં વતની અને જાલોરી સમાજનાં ગૌરવ એવાં જાણીતા ફિલ્મ લેખક મોહસીન ચાવડા ફિલ્મ લાઈનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે અને આ પ્રગતિનાં ફળ સ્વરૂપે આ વર્ષે ગુજરાતનાં સૌથી મોટા ફિલ્મ એવોર્ડ પ્રોગ્રામ GIFA (ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ) માં વર્ષ 2019 માટે બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર અને બેસ્ટ ડાયલોગ્સ રાઇટર એમ બે અલગ અલગ કેટેગરીમાં મોહસીન ચાવડા ને નોમિનેશન મળેલ છે, આ નોમિનેશન તેમને તેમની ફિલ્મ શોર્ટ સર્કીટ માટે મળેલ છે, સાથે સાથે આ એવોર્ડ ફંક્શનમાં તેમની ફિલ્મ શોર્ટ સર્કીટ ને બેસ્ટ ફિલ્મ સહિત અલગ અલગ કેટેગરીમાં કુલ 11 જેટલા નોમિનેશન મળેલ છે જે નોંધનીય છે, અત્રે એ પણ નોંધનીય છે કે મોહસીન ચાવડાએ નાની ઉંમરે જ ગુજરાતી ફિલ્મ જગતમાં ફિલ્મ લેખક તરીકે એક આગવુ અને અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે વિટામિન શી અને શોર્ટ સર્કીટ જેવી સફળ ફિલ્મોમાં રાઇટર અને એસોસિએટ ડાયરેક્ટર તરીકે પ્રદાન કર્યું છે. ટૂંક સમયમાં જ દર્શકોને ગમી જાય તેવી તેમની એક કૉમેડી ફિલ્મ એકડે એક પણ નવા વર્ષની શરૂઆત માં રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય મોહસીન ચાવડા નિર્માણ થઈ રહેલી એક મરાઠી ફિલ્મ ઓહ માય ઘોસ્ટ માં પણ લેખક અને દિગ્દર્શક તરીકે કામ કરી ચુક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોહસીન ચાવડાબનાસકાંઠાનાં કલમ ના કસબી ગણાતા અને અખબારી આલમનાં જુના અને જાણીતા પીઢ પત્રકારશ્રી એમ.ડી.ચાવડા નાં સુપુત્ર છે અને આ કલમનો કસબ તેમને વારસામાં મળેલ છે જે બનાસકાંઠા જિલ્લા ની સાથે સાથે તેમના જાલોરી સમાજ અને જુનાડીસા ગામ માટે ગૌરવ સમાન છે,
મોહસીન ચાવડા આ રીતે જ પ્રગતિનાં સોપાન સર કરીને જિલ્લાનું તેમના જાલોરી સમાજનું અને જુનાડીસા ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ.
G Express News Network Media Pvt. Ltd.