सीधे मुख्य सामग्री पर जाएं

પત્રકાર એકતા સંગઠન, બનાસકાંઠાની જિલ્લા કારોબારીની જાહેરાત

પત્રકાર એકતા સંગઠન, બનાસકાંઠાની જિલ્લા કારોબારીની જાહેરાત

- જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ ચાર-ચાર ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી,સહમંત્રી સહિત અન્ય હોદ્દેદારોની કરી નિયુક્તિ
ડીસા
    ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાજયકક્ષાના પત્રકાર એકતા સંગઠનનો ઉદય થયા બાદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા તેમજ સલીમભાઈ બાવાણી અને ગૌરાંગભાઈ પંડ્યા સહિત અન્ય પ્રદેશ હોદ્દેદારોની સક્રિય જહેમતથી આ સંગઠન ટૂંકા ગાળામાં જ રાજ્યભરમાં ખૂબ મજબૂત બની ગયું છે. ત્યારે પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ પણ તેમના ઉત્તરદાયિત્વની નિભાવણીના પ્રથમ ચરણમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા અને ઝોન પ્રભારી અંબાલાલ રાવલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા એકમની જિલ્લા કારોબારીની જાહેરાત કરતા જિલ્લાભરના પત્રકાર મિત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 
 પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ બનાસકાંઠામાં કાર્યરત પત્રકાર સંગઠનો સાથે વિચાર વિમર્શ કરી તેમના વિચારો જાણ્યા બાદ જિલ્લા કારોબારીની રચના કરી છે જેમાં ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ ઓઝા (થરાદ), નટુભાઈ ચૌહાણ (દિયોદર), કંચનજી ઠાકોર (ભીલડી) અને મહેન્દ્રભાઈ અગ્રવાલ (અંબાજી), મહામંત્રીઓ તરીકે વિષ્ણુભાઈ પરમાર (વાવ), સુરેશભાઈ અગ્રવાલ (છાપી), રામલાલ મીણા (અમીરગઢ) અને રાજનભાઈ ચૌધરી (ધાનેરા), મંત્રીઓ તરીકે અમરતજી ઠાકોર (થરા), મહેન્દ્રભાઈ પટેલ (ભાભર), ભરતભાઇ દવે (લાખણી) અને મહેશભાઈ ચૌધરી (દાંતીવાડા), સહમંત્રી તરીકે બાબુભાઇ દેસાઈ (ડીસા), પ્રધાનજી ઠાકોર (ડીસા), રતનસિંહ (પાલનપુર) તેમજ રમેશભાઈ પટેલ (ગઢ), ખજાનચી તરીકે હરેશભાઈ ઠક્કર (ડીસા) તેમજ આઇટી સેલ કન્વીનર તરીકે નારણભાઇ રાવલ (દિયોદર) ની વરણી કરાઈ છે. જ્યારે જે તે તાલુકાના અન્ય સક્ષમ અને જાગૃત પત્રકારોને નજીકના જિલ્લાઓમાં સંગઠનના પ્રભારી તેમજ સહપ્રભારી તરીકેની જવાબદારીઓ પણ સોંપાઈ છે.
   સંગઠનના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી એ જણાવ્યું હતું કે સંગઠનની મજબૂતી માટે જિલ્લા કારોબારીમાં નિયુક્ત થયેલા ઉપપ્રમુખ, મહામંત્રીઓ, સહમંત્રીઓ અને સલાહકારોના માર્ગદર્શન હેઠળ જે તે તાલુકાના પ્રભારી અને સહ પ્રભારી મિત્રોએ તેમને સોંપાયેલા તાલુકાઓમાં નવા સંગઠનની રચના તેમજ મજબૂત માળખું તૈયાર કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. કોઈ પ્રભારી કે સહ પ્રભારી તાલુકા કે શહેર સંગઠનમાં હોદ્દેદાર તરીકે નિયુક્ત થાય તો તેમને પ્રભારી કે સહપ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરાશે. જિલ્લા કારોબારીમાં સ્થાન મળ્યું ના હોય તેવા પત્રકાર મિત્રો પણ આપોઆપ કારોબારી સભ્યો બની જશે. કોઈ પણ જાતના મતભેદ કે મનભેદ વગર આ સંગઠનની મજબૂતી માટે કામે લાગી જઇ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાનું સંગઠન મોડેલ રૂપ બની રહે તેવું મજબૂત માળખું ઉભું કરવામાં તન,મન અને ધનથી સહયોગી બનવા પણ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ પત્રકાર મિત્રોને આહવાન કર્યું છે.

Gujarat Express News Network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..