सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

फ़रवरी, 2020 की पोस्ट दिखाई जा रही हैं

ડીસા ભોપાનગર વિસ્તારમાં આવેલ બહુચર માતાના મનદીરે ભાવિકો ઉમટી પડયા.....

ડીસા ભોપાનગર વિસ્તારમાં આવેલ બહુચર માતાના મનદીરે ભાવિકો ઉમટી પડયા..... ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ભોપાનગર વિસ્તારમાં બહુચરમાના મંદિરે આજ રોજ અમાવસ હોઈ ભાવિકો માતાજીના દેર્શન અને પ્રસાદ નો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા...આ બહુચર માતા મંદિરમાં ભાવિકો ની મનોકામના પૂર્ણ થતિ હોવાથી  તેવી શ્રદ્ધા સાથે મોદી સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો પણ બહુચર માતાના દેર્શને આવે છે..સાથે સાથે આનંદના ગરબાની રમઝટ સાથે વાતાવરણ આનંદમય  જોવા મળે છે.... વિનોદ બાંડીવાળા... G Express News Network

શ્રી ડીસા મોદી સમાજ દ્વારા વાડીમાં આનંદગરબા ધૂનની રમઝટ જામી ........

શ્રી ડીસા મોદી સમાજ દ્વારા વાડીમાં  આનંદ ગરબા ધૂનની રમઝટ જામી ...... ..        ડીસા મોદી સમાજ આનંદ ગરબા મંડળો દ્વારા લાઠી બજારમાં આવેલ મોદી સમાજની વાડીમા શ્રી બહુચર માતાના મંદિરના સાનિધ્યમાં શ્રી આનંદ ગરબા પાઠ ૧૨ કલાકની ધૂન નુ સુંદર  આયોજન કરવામા આવેલ   આ મહોત્સવ મંગલમય પ્રસંગે તા ૨૩/૦૨/૨૦૨૦ ને રવિવાર અમાવસના દિવસે સવારે લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજ ની વાડીમા બહુચર માતાના મંદિરે મહા ધૂન સવારે ૭ કલાકે પ્રારંભ થઈને સાંજે ૭ કલાકે પૂર્ણાહુતિ કરવામા આવી હતી આ શુભ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળ ઉપસ્થિત રહ્યુ હતુ  અને ડીસા મોદી સમાજ ના સમસ્ત  આનંદ ગરબા મંડળોએ ભાગ લીધો અને ખંભાત.ડભોઈ. બરોડા.અમદાવાદ .પાટણ. પાલનપુર. બહુચરાજી. કડી. મહેસાણા. અંબાજી તેમજ સુરત શહેરના આનંદ ગરબાના મંડળો ની હાજર રહી ૧૨ કલાકની ધૂનની રમઝટ બોલાવી હતી અને ભાવિકોએ મોટી સંખ્યામા હાજર રહી આનંદ ગરબા ૧૨ કલાક ની ધૂનનો લાભ લીધો હતો મોદી સમાજ આનંદ ગરબા મંડળો દ્વારા ૧૨ કલાકની ધૂનની રમઝટ બોલાવી. આ પસંગમા ચા, નાસ્તો તથા ભોજન પ્રસાદ આયોજન માં મોદી સમાજ રસ રોટલી સમિતિના સભ્યો દ્ગારા સુન્દર

મહા શિવરાત્રીના દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.......

મહા શિવરાત્રીના દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.......         ભારતીય સંસ્કૃતિમાં વિવિધ પવૉ ઉત્સાહો સાથે ધાર્મિક તહેવારોનું ધણું મહત્વ જોવા મળે છે તેમાંય દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ શંકર મહાદેવની ભક્તિના પાવન પર્વ મહા શિવરાત્રીના દિવસે શંકરના મંદિરોમાં ધાર્મિક હષોઉલલાસ  સાથે આનંદભેર ઉજવણી કરનાર ધર્મપ્રેમીઓ શિવ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામા અનેક પ્રાચીન અર્વાચીન શિવાલયો આવેલા છે દરેક શિવ મંદિરોમાં ૐ નમઃ શિવાય, બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. જિલ્લાના વિવિધ શિવ મંદિરો ઉપર વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ઉમટી પડીને દુધ,જળ અભિષેક, બિલીપત્રો સાથે ભોળાનાથ ભગવાનની પૂજા અર્ચના કરી અને ભાંગ- દુધનો પ્રસાદ લઈને આનંદ અનુભવતા હોય છે અને શિવરાત્રીના પર્વનો ઉત્સાહ સાથે શિવભક્તો નકોરડા ઉપવાસ એક ટાણા સાથે શિવ મગ્નન બનીને મહા શિવરાત્રીના પાવન પર્વએ શંકરના મંદિરોમા શિવ ભક્તોની સાથે ધર્મપ્રેમીઓ દર્શન કરવા ઉમટી પડીને અમૂક જગ્યાએ શિવ મંદિરોમા લોકમેળામા જઈને દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે.......            (વિનોદ બાંડીવાલ

શ્રી વહાણવટી માતાજીના મંદિરનો ૨૨ મો વાર્ષિક ઉત્સવ યોજાશે

શ્રી વહાણવટી માતાજીના મંદિરનો ૨૨ મો વાર્ષિક ઉત્સવ  યોજાશે....      ડીસા શહેરમાં શિવનગર જવાના રસ્તા ઉપર આવેલ રબારી ટેકરામાં સરસ્વતી માધ્યમિક હાઈસ્કુલ પાસે આવેલ પરમ કૃપાળુ શ્રી રાજ રાજેશ્વરી આધ્ય શકિત પ્રારંભ માં યોગમાયા મહાશક્તિ શ્રી વહાણવટી માતાજીના મંદિરનો ૨૨ મો વાર્ષિક ઉત્સવ સવંત ૨૦૭૬ મહા સુદ પૂનમ તા= ૯/૨/૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે  મહાયજ્ઞ શરૂ થશે ત્યાર બાદ સાંજે ૭:૩૦ કલાકે મહા આરતી થશે તેથી  ડીસા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મહાયજ્ઞ તેમજ મહાઆરતીનો ભાવિક ભક્તો દ્વારા લાભ લેવા શ્રી વહાણવટી માતાજી મંદિરના સેવક રામજીભાઈ સવજી એ અનુરોધ કર્યો છે આ ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી ભક્તોએ મોટી સંખ્યામા હાજર રહી મહાયજ્ઞ તેમજ મહાઆરતીના દર્શન કરે  તેવુ જણાવવામાં આવ્યુ છે....                       (વિનોદ બાંડીવાલા ) G Express News Network

ડીસામાં ખોડીયાર જયંતિની પરંપરાગત રીતે ઉજવણી...

ડીસામાં ખોડીયાર જયંતિની પરંપરાગત રીતે ઉજવણી... આઈ શ્રી ખોડીયાર માતાજીની  જન્મ જયંતિ નિમિત્તે મહા સુદ -૮ ને રવિવારે ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મહાપ્રસાદ  (લાપસી) નુ ભાવિક ભક્તો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતુ જેમા ૭૦૦ કિલો ઘઉ, ૬૦૦ કિલો ગોળ, ૩૦ ડબ્બા ધી, ૩૦ કિલો દ્રાક્ષ, ૩૦ કિલો કાજુ, ૧૦ કિલો બદામ, ૧ કિલો ઈલાયચી એમ કુલ મળી લગભગ ૫૦૦૦ કિલો મહાપ્રસાદ (લાપસી ) નુ આયોજન ખોડીયાર માતાજીના જન્મ જયંતિ પ્રસંગે પ્રસાદ રૂપે વિતરણ કરાયું હતું જેમા ડીસા આજુબાજુની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામા ઉમટી પડીને ખોડીયાર માતાજીના દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને  મંદિરના આયોજકો દ્વારા  લોકોને તકલીફ ન પડે તે માટે ખડેપગે ઉભા રહીને સુંદર વ્યવસ્થા કરી હતી             (વિનોદ બાંડીવાલા ડીસા ) G Express News Network