ડીસામાં ખોડીયાર જયંતિની પરંપરાગત રીતે ઉજવણી...
આઈ શ્રી ખોડીયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે મહા સુદ -૮ ને રવિવારે ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મહાપ્રસાદ (લાપસી) નુ ભાવિક ભક્તો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતુ જેમા ૭૦૦ કિલો ઘઉ, ૬૦૦ કિલો ગોળ, ૩૦ ડબ્બા ધી, ૩૦ કિલો દ્રાક્ષ, ૩૦ કિલો કાજુ, ૧૦ કિલો બદામ, ૧ કિલો ઈલાયચી એમ કુલ મળી લગભગ ૫૦૦૦ કિલો મહાપ્રસાદ (લાપસી ) નુ આયોજન ખોડીયાર માતાજીના જન્મ જયંતિ પ્રસંગે પ્રસાદ રૂપે વિતરણ કરાયું હતું જેમા ડીસા આજુબાજુની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામા ઉમટી પડીને ખોડીયાર માતાજીના દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને મંદિરના આયોજકો દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે ખડેપગે ઉભા રહીને સુંદર વ્યવસ્થા કરી હતી
(વિનોદ બાંડીવાલા ડીસા )
G Express News Network