सीधे मुख्य सामग्री पर जाएं

ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરાઈ

ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરાઈ

ડીસા
બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવાની કવાયત વચ્ચે આજે જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી ના અધ્યક્ષસ્થાને તેમજ  પ્રદેશ સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર, ભીલડી પ્રમુખ નરસિંહ દેસાઇ વડાવલ , સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં  રવિવારે ડીસાના વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી ડીસા શહેર ના પત્રકારોની બેઠકમાં  પત્રકાર એકતા સંગઠનની રચના કરી નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં ડીસા શહેર પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે દીલીપભાઇ ત્રિવેદી , ઉપપ્રમુખ તરીકે રવિભાઇ ખત્રી તથા હર્ષદભાઇ સોની, મહામંત્રી તરીકે કાંતીભાઇ લોધા તથા આનંદભાઇ ઠકકર, મંત્રી તરીકે અંકુરભાઇ ત્રિવેદી તથા નિરજભાઇ બોડાણા , સહમંત્રી તરીકે કાંતીભાઇ જોષી તથા હસમુખભાઈ ઠકકર , ખજાનચી તરીકે દરગાભાઇ સુંદેશા અને આઇટી સેલના કન્વીનર તરીકે પ્રતિકભાઇ રાઠોડની બિનહરીફ વરણી કરાઈ હતી. ડીસા પત્રકાર એકતા સંગઠનના હોદેદારોએ એકબીજાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી. 
   અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકાર એકતા સંગઠનના બાહોશ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, સંયોજક સલીમભાઈ બાવાણી, ગૌરાંગભાઈ પંડ્યા, જગદીશસિંહ રાજપૂત અને ગિરવાનસિંહ સરવૈયા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે પત્રકાર એકતા સંગઠનોની રચના કરવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રદેશ ઉપપ્રમુખ જગદીશસિંહ રાજપૂત અને ઝોન પ્રભારી અંબાલાલ રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગૌસ્વામી પણ વિવિધ તાલુકા એકમોની ઝડપભેર રચના કરી રહ્યા છે જેઅંતર્ગત રવિવારે ડીસા શહેર પત્રકાર એકતા સંગઠનની રચના કરાયા બાદ આગામી સમયમાં ડીસા તેમજ અન્ય તાલુકા સંગઠનોની પણ રચના થનાર છે. ડીસા શહેરની રચના બાદ ઉપસ્થિત પત્રકાર મિત્રોએ  નવા હોદ્દેદારોનું ફુલહાર સાથે સ્વાગત કરી મો મીઠું કરાવી પત્રકાર એકતા સંગઠનની રચનાને વધાવી લીધી હતી.

G Express News Network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..