થરાદ માંથી ગેરકાયદેસર ના માદક પદાર્થ અફીણ છોડ, ડોડાનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ
૧૨૭.૮૯૦ કિ.ગ્રા કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને પકડી પાડતી થરાદ પોલીસ તથા એસ.ઓ.જી. બનાસકાંઠા.
પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ* આપેલ સુચના અન્વયે શ્રી જે.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર થરાદ તથા થરાદ પો.સ્ટે.ના હેડ.કોન્સ. મોઘજીભાઈ તથા પો.કોન્સ. સરદારસિંહ તથા હરીસિંહ તથા રવજીભાઈ તથા એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઈ કાંતીલાલ તથા હેડ.કો.વનરાજસિંહ તથા દિલીપભાઈ તથા પો.કોન્સ. દિલીપસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઈન્સ. શ્રી જે.બી.ચૌધરી નાઓને મળેલ બાતમી હકીકત આધારે કરશનભાઈ નરસંગજી ઉર્ફે નશાજી રાઠોડ રહે.કરબુણ સીમ તા.થરાદ વાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટાના ખેતરમા વરીયાળીના પાકની વચ્ચે ઉગાડેલ અફીણના છોડ, ડોડાનો જથ્થો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- નો તથા મોબાઈલ ફોન કિ.રૂ.૨,૦૦૦/નો મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૨,૭૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે સદરહુ ઈસમને પકડી પાડી તેના વિરુદ્ધ NDPS એકટ મુજબ થરાદ પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા
મો. 9998927124
G Express News Network