હોળી- ધૂળેટીની ઉજવણીનો થનગનાટ
ડીસા હોળી - ધૂળેટીનો તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે તા. ૯/૦૩/૨૦૨૦ ને સોમવાર ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક, મહોલ્લામાં છાણા, લાકડાંની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ લોકો હોળીના સ્થાને વાજતે ગાજતે ઢોલ, શરણાઈ, ડી.જે, બેન્ડવાજા વગેરે વાજીંત્રો વગાડતાં એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુ હોમી તેનું પુજન કરે છે. હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા ઉપર અબીલ, ગુલાબ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો પ્રેમ અને આનંદ વ્યક્ત કરે છે. આજના યુગમાં કેટલીક જગ્યાએ રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે પણ બને તેટલા તેનાથી દૂર રહેવું હિતાવહ છે....
( વિનોદ બાંડીવાલા)
G Express News Network