ભારત સરકાર તરફથી 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો
ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે.
આ રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે.
આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે.
G Express News Network