ડીસાના શાક બજારમાં લોકડાઉન ના અમલનો ભંગ.
----------------------------------------
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે ભારત દેશ પણ કોરોના વાયરસ નો પગ પેસારો કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાવાયરસ ના લીધે સરકાર દ્વારા ૪ થી વધુ લોકો ભેગા ન થઇ શકે તે માટે કલમ ૧૪૪ લગાવી જાહેરનામુ અમલમાં છે. તેમ છતાં પોલીસ અને તંત્રની આંખમાં ધૂળ નાખે વહેલી સવારથી લોકો શાકભાજી, કરીયાણા, અનાજ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળી પડે છે. વહેલી સવારે જાણે લોકડાઉન હટી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
વિનોદ બાડીવાલા