ડીસામાં મેડિકલ વાળા વેપારીઓ લોકડાઉનનો ભંગ કરી.પોલીસ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે..
ડીસામાં પોલીસતંત્ર તરફથી લોકડાઉન ને લઈ ચુસ્તપણે બંદોબસ્ત કરેલ છે.તેમજ ડીસામાં આવતા તમામ વાહનોનું ચેકીંહ પણ સધન કરવામાં આવી રહ્યું છે.પણ બનાસકાંઠા કલેકટર શ્રી સંદીપ સાગલે તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું સવારે 7થી 12 વાગ્યા સુધીની છુટનો ફાયદો લોભી લોકો ઉઠાવી રહ્યા છે કોઈપણ આદેશોનું પાલન કર્યા વગર સોશિયલ ડિસ્ટન રાખ્યા વગર લોકોના ટોળા પોતાની દુકાન આગળ ઉભા કરી પોલીસતત્ર માટે મોટી મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.તેમાંય ડીસામાં આવેલ દવાઓનો વેપારીઓ સરકારી આદેશોની ધજીયા ઉડાડી કોઈપણ નિયમોનું પાલન નથી કરી રહ્યા.ડીસા સિવિલ હોસ્પિટલ આગળ આવેલ સુવાસ મેડિકલ વાળા લાઈનો કર્યા વગર ટોળે ટોળા ઉભા કરી ડીસામાં કોરોના વાયરસને અટકાવવા નું દૂર રહ્યું.પણ આમંત્રણ આપી રહ્યા છે. વિચારવા જેવું એ છે ડીસા શહેર ના કેમિસ્ટ એસોસિયનના પ્રમુખ જો સરકારી આદેશની પરવા ના કરે તો બીજા મેડિકલ સ્ટોર્સ તરફથી કોઈ અપેક્ષા રાખવી ખોટી છે.સવાર થી સાંજ સુધી સરકારના આદેશોનું પાલન દૂર રહ્યું પણ કોઈ કહેવા જાય તો આ મેડિકલ ના માલિકો સાંભળવા પણ તૈયાર નથી.જે નિયમ મુજબ તેમને લોકડાઉન માં દવાઓની વેચાણની છુંટ આપવામાં આવી હતી.તેનાથી કોઈ મતલબ ના હોય તેમ વર્તન કરી રહ્યા છે આવા વેપારીઓને હાલ તગડી કમાણી કરવાની સિઝન આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે.દવાઓના નામે સરકારી આદેશનો ખોટો ફાયદો ઉઠાવતા આવા મેડિકલ પર બનાસકાંઠા કલેકટર શ્રી યોગ્ય કાર્યવાહી કરે એ ખુબજ જરૂરી બન્યું છે…