ડીસા પત્રકાર એકતા સંગઠનની મહેનતથી ઉત્તરપ્રદેશના એક પરિવાર ને વતન જવા મળી મજૂરી......
ડીસાના મામલતદાર પારધી સાહેબએ મજૂરી આપી માનવતાની મહેક પસરાવી..........
મળેલ માહિતી મુજબ ગઈકાલે એક ઉત્તરપ્રદેશના એક પરિવારે ડીસા મામલતદાર પાસે પોતાની માતાના અવસાનથવાથી જવાની પરવાનગી માંગી હતી.અને આ બાબતે બનાસકાંઠા કલેકટરશ્રી ને ગુહાર પણ લગાવી હતી.આ બાબતે ડીસાના બાહોશ અને લોકોની માંગણીને સમજી તેમની મદદરૂપ બનતા મામલતદાર પારધી સાહેબે તાત્કાલિક ઉપરી અધિકારી સાથે વાતચીત કરી આ દુઃખી પરિવાર ને માતાના અવસાન માં જવાની મજૂરી અપાવી હતી.આ સમગ્ર બનાવમાં જ્યારથી આ પરિવાર પર માતાના અવસાનની ખબર પડતાં આભ તૂટી પડ્યું હતું.અને ડીસામાં કોઈ ઓળખાણ ના ધરાવનાર આ ઉત્તરપ્રદેશના રાઠોડ પરિવાર કચેરીમાં ચક્કર મારી રહ્યો હતો.એ સમયે આ દુઃખી પરિવાર પર ડીસા પત્રકાર એકતા સંગઠન અમુક સભ્યોની નજર પડતા તેમનાથી વાતચિત કરતા તેમની વતન જવા પડી રહી મુશ્કેલીઓ વિશે કહ્યું હતું.એ સમયે ડીસાના આ પત્રકાર મિત્રોએ તેમની બનાસકાંઠાના લગતા વળગતા અધિકારીઓથી વાતચીત કરી હતી.અંતે આ બાબતે ન્યૂઝમાં જાહેરાત કરતા .ઉપરી અધિકારીશ્રી તરફથી નિર્ણય લઈ ઉત્તરપ્રદેશમાં જવાની પરવાનગી આપી હતી.મજૂરી મળતા આ પરિવારે ડીસા પત્રકાર એકતા સંગઠનનો ખુબ ખુબ આભાર માન્યો હતો..તેમજ તમારી મહેનતથી માતાના અવસાન માં જવાની પરવાનગી મળી છે તેવું વ્યક્ત કર્યું હતું.આમ ડીસા બનાસકાંઠા ના અધિકારીઓ અને પત્રકાર એકતા સંગઠનના પ્રયાસોથી પરિવાર ઉત્તરપ્રદેશ જવા રવાના થયો હતો.....