ડીસા હિન્દૂ યુવા સંગઠન તરફથી લોકડાઉનમાં ફસાયેલા પરિવારને પાલનપુરમાં મદદ કરાઇ....
હિંદુ યુવા સંગઠન ડીસા તરફથી પંજાબથી આવેલ પરિવાર ને મદદ કરાઇ......
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલ મેઘા ગ્રીન સોસાયટીની બહાર પંજાબમાંથી આવેલ ૨૫ જેટલા લોકો કાળું મીઠું વેચવા આવ્યા હતા. ત્યારે કોરોના વાયરસ ના પગલે સમગ્ર ભારતભરમાં લોક ડાઉન જાહેર કરી દેવામાં આવતા આ શ્રમિકો અટવાઈ પડયા છે અને તેમની સાથે જ એક અંકલેશ્વર નો પરિવાર પણ તેમના સાથે જ રહે છે. ત્યારે પાલનપુરની મેઘા ગ્રીન
સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ સોનીનો હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ બનાસકાંઠાના પ્રમુખ નીતિનભાઈ સોની પર આવ્યો હતો. ત્યારે તેઓએ જણાવ્યું કે આ પરિવાર છેલ્લા બે મહિનાથી ત્યાં રહે છે અને તેઓને જમવા માટે કોઈ સુવિધા નથી. જેથી હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ બનાસકાંઠાના પ્રમુખ નીતિનભાઈ સોનીએ પાલનપુર પહોંચી પંજાબના પરિવારને અને અંકલેશ્વરના પરિવારને આશરે એક મહિનો ચાલે તેટલું રાશન પહોંચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને હજી હિન્દુઓમાં માનવતા મરી પરવારી નથી તેવું સાબિત કર્યું હતું.છેલ્લા 34 દિવસથી હિંદુ યુવા સંગઠન તરફથી જરૂરિયાતમદ લોકોને મદદ કરવાનો સેવાકાર્ય અવિરત પણે ચાલુ
છે.ડીસા તેમજ આજુબાજુના ગામ્ય વિસ્તારમાં જઇ લોકોને જમવાનું કરીયાનાની કિટો આપી .આ વિપરીત પરિસ્થિતિમાં મદદરૂપ બન્યા છે આ તમામ કાર્યમાં હિન્દૂ યુવા સંગઠનના નીતિનભાઈ સોની અને તેમની ટીમ ખડેપગે છે...
G Express News Network