બનાસકાંઠા........પાલનપુર..
દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર.....
પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરતા મીડિયાકર્મીઓ
સરકાર કે સ્વૈરિછક સંસ્થાઓએ મીડિયાકર્મી પાસે કામ કરાવવું છે પણ નોંધ લેવાતી નથી
:- હાલમાં દેશભર માં કોરોના મહામારી એ કહેર મચાવી રાખ્યો છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે ઠેર ઠેર જગ્યાએથી લોકો પોતાના ધંધા રોજગાર છોડી પોતાના માદરેવતન વતન ની વાટ પકડી છે ત્યારે સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દેશની ચોથી જાગીરી ગણાતા મિડીયા કર્મીઓ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જીવના જોખમે કોરોના સામે લડત લડી મોતની પણ પરવા કર્યો વગર ખડેપગે રહી દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે અમુક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરી ને મિડીયા દ્વારા મોટી નામના પણ મળેલ છે. પરંતુ મિડીયા દ્વારા કોરોના વોરિર્યસૅ તરીકે કરવામાં આવી રહેલી કામગીરી ને સરકાર કે સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા કોઇ જ મહત્વ આપવામાં આવતું નથી. બનાસકાંઠાના અમુક તાલુકાઓમાં પત્રકારોને સન્માન અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. પાલનપુરમાં તાજેતરમાં ચૌધરી યુવાનો દ્વારા પત્રકાર નું સન્માન કરવામાં આવ્યું હતું તો આવી પ્રેરણાઓ બીજી સંસ્થાઓ દ્વારા કેમ લેવામાં આવતી નથી. પત્રકારોને પણ પોતાનું સ્વાભિમાન હોય છે. પત્રકારો ફક્ત વાહ વાહ કરવા માટે હોય છે? શુ? પત્રકારો નો ઉપયોગ મોટી નામના મેળવવા જ કરવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને જ્યારે પ્રેસનોટ આપવાની હોય છે ત્યારે પત્રકારોના નંબર મળી જતા હોય છે ત્યારે લોકડાઇન માં પત્રકાર મિત્રો નું પરિવારનું ગુજરાન કેવું ચાલે છે તે કોઈ સંસ્થા પૂછવા આવી? એક કડવી હકીકત પણ સત્ય નજર અંદાજ કરી શકાય નહીં .જેથી દેશની ચોથી જાગીરી કહેવાતા પત્રકાર આલમ માં ઘેરા પ્રત્યાધાતો જોવા મળી રહ્યા છે.
મનુ ભાઈ પરમાર