ભૂમિ ચૌધરી 20 દિવસથી હતી જીવલેણ બીમારીમાં..
બનાસકાંઠાની ન મળી વતનની ભૂમિ અંતે આર્મેનિયામાં શ્વાસ છોડ્યા..
અરમેનિયા દેશમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે યુવતી જીવલેણ બીમારી થતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી.આ બીમાર યુવતીને એર એમ્બ્યુલન્સથી ભારત લાવવા તેના પરિવારજનોએ સરકાર પાસે મદદ માંગી છે.પંરતુ ભારત આવે તે પહેલા તેનુ મોત નિપજતા પરીવારમાં શોક છવાયો છે..
બનાસકાંઠાના પાલનપુરના વાસણા જગાણા ના વતની અને પાલનપુર માં રહેતી ભૂમિ ચૌધરી બે વર્ષ અગાઉ અભ્યાસ અર્થે વિદેશ અરમેનિયા ગઇ હતી અને ત્યાં મેડિકલ નો અભ્યાસ કરી રહી હતી ત્યારે અચાનક તેને માથામાં દુખાવો થતા સારવાર અર્થે અરમેનિયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.અને સારવાર દરમ્યાન આ યુવતીને એનસેફાલોમન ઝાઈટીસ એટલે કે મગજમાં સોજો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવતી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેની હાલત વધુ નાજુક બનતા શરીરના અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થઈ ગયેલને યુવતી ગંભીર બીમારીમાં સપડાઈ જતા ત્યાંના તબીબો એ હાથ અધ્ધર કરી દીધા હતા. યુવતી છેલ્લા ૨૦ દિવસ થી હોસ્પિટલમાં દાખલ છે અને હવે ત્રણ દિવસથી વધુ જીવી શકે તેવી સ્થિતિ ન હોવાનું અરમેનિયાના તબીબો એ જણાવ્યું છે જેથી ત્યાં રહેલી તેની બહેન સિધ્ધિ અને બીજા મિત્રોએ પાલનપુર તેના પિતા નરસિંહભાઈ ચૌધરીને જાણ કરેલી અને ભારત લાવવા પ્રયત્નો હાથ ધરેલ જેમાં સિધ્ધિ ચૌધરી એ ટ્વીટ કરી ભારત દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો, અભિનેતાઓ અને સામાજિક અગ્રણીઓ પાસે ભારત લાવવા મદદ માગેલ અને એર એમ્બ્યુલન્સ દ્વારા ભારત લાવવા માગણી કરી હતી.પંરતુ કોરોનાના કહેરના કારણે ફ્લાઇટ સેવા બંધ હોવાના કારણે ભારત લાવવી મુશ્કેલ હતી ત્યારે દેશના નેતાઓ મદદ કરે તેવી અપીલ કરી હતી. ભૂમિની બહેન સિધ્ધિ અને અન્ય પાંચ મિત્રો હાલ અરમેનિયામાં છે તેઓ ભૂમિની સારસંભાળ રાખી હતા.અને તેઓ દ્વારા હવે મદદ કરવામાં અસમર્થ થતા ભારત સરકાર પાસે મદદ માંગી હતી. તો તેના પિતા નરસિંહભાઈ અને સગાઓ પણ ભૂમિને ભારત લાવી અને અહિયાના તબીબો સારવાર કરે અને બચે તે માટે દોડધામ કરી હતી.પરંતુ ભારત આવે તે પહેલા તેનું અવસાન થતા પરીવારમાં શોક છવાયો છે......
G Express News Network