થરાદ માંથી માંસ પકડાયું
બનાસકાંઠા માં લોકડાઉન ના સમયમાં ગેરકાયદેસર માસના જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે ગાડી, માંસનો જથ્થો અને કસાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે....
બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.બનાસકાંઠા ના સરહદી વિસ્તાર થરાદ માંથી પણ મોડી રાતે શંકાસ્પદ ગેરકાયદેસર માંસના જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે
જેમાં એક જીપડાલા માં ગેરકાયદેસર માંસનો જથ્થો લઇ જતા હોવાની બાતમી મળતા જ જીવદયાપ્રેમીઓએ પોલીસ અને નગર પાલિકાને જાણ કરી હતી.પોલીસે નગર પાલિકાના સ્ટાફને સાથે રાખી વોચ ગોઠવતા હાઇવે પર એક પિકઅપ ડાલા ને અટકાવી તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ ગેરકાયદેસર માંસનો જથ્થો મળી આવ્યો હતો તેમજ કસાઈના ઘરેથી પણ તપાસ કરતાં કુલ 55 કિલો માંસનો જથ્થો ઝડપાયો હતો પોલીસે બોલેરો જીપડાલુ ,માંસનો જથ્થો અને ચાલક યુસુફખાન સેખ ની અટકાયત કરી છે અને જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.....
G express news network
टिप्पणियाँ