ડિસા પોલીસ તરફથી કોરોનાવાયરસ નો ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનોને દંડ કરવામાં આવ્યો..
ડિસા પોલીસતંત્રની સુંદર કામગીરી.
આજે ડિસા દક્ષિણ પોલીસ તરફથી ડીસામાં કોરોનાવાયરસ ના સરકારની ગાઇડ લાઇન મુજબ યોગ્ય રીતે વાહન ચાલકો પાલન ન કરતા હોવાથી તેમને દંડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં અંદાજિત 11400 રૂપિયાનો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ જિલ્લા ટ્રાફીક તરફથી ડીસા શહેરમાં પાંચ ગાડી અને ડિટેઈન કરી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ડિસા ડીવાયએસપી કુશલ ઓઝા તરફથી છેલ્લા કેટલાય સમયથી ડીસામાં ટ્રાફિક નિયંત્રણ માટે અને લોકોમાં કોરોનાવાયરસ ને જાગૃતિને લઈ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં ડીસાના દક્ષિણ
પી.આઈ તેમજ ઉત્તર પી.આઈ આ ઝુંબેશમાં સાથે સાથે રહીને યોગ્ય કાર્યવાહી કરી લોકોને સમજાવી રહ્યા છે સરકાર શ્રી ની ગાઈડલાઈન નું પાલન થાય અને લોકોમાં જાગૃતિ નો સંચાર થાય એ માટે કરી સતત ડીસા ની અંદર સુંદર પ્રયાસો પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે આજની આ ઝુંબેશમાં તમામ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા ટ્રાફીક તરફથી અંદાજીત ૨૦,૦૦૦ રૂપિયા આસપાસનુ દંડ એકત્ર કરવામાં આવ્યો હતો...
રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા
G express news network