ડીસા શહેરમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરી બ્લડની બોટલ જમા કરી ભણસાલી હોસ્પિટલમાં આપવામાં આવી...
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનાં કારણે ઘણા સમયથી રક્તદાનની પ્રવૃતિ બંધ જેવી થઈ ગયેલ હતી ત્યારે થેલેસેમિયાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને બીજા દર્દીઓને બ્લડ વગર હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે
વર્લ્ડ બ્લડ ડોનેશન ડે નિમિત્તે રેડક્રોસ સોસાયટી તથા ભણસાલી ટ્રસ્ટ સંચાલિત બ્લડ કેમ્પનુ આયોજન ડીસાના સાંઈબાબા મંદિર ની આગળ કરવામાં આવ્યું હતું જેમાં તંદુરસ્ત યુવાનઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતુ રક્તદાતાઓ ને રેડકોસ સોસાયટી દ્વારા કોરોના વાયરસ થી બચવા માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે રેડક્રોસ સોસાયટી તથા ભણસાલી ટ્રસ્ટ સંચાલિત બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવા બદલ
બ્રમાણી ઝેરોક્ષ દલપતભાઈ તથા તેમની ઓલ ઇન્ડિયા સેવા બર્ડ સંસ્થા દ્વારા આયોજકોનુ કોરોના વોરિયર્સ યોધ્ધા તરીકે સન્માનપત્ર આપી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું...
G express news network