ડિસા નગરપાલિકા બની ટોક એન્ડ ટાઉન
ડિસામાં નગર પાલિકાની સાધારણ સભા બાદ બનેલા ઘટનાક્રમમાં નવો વળાંક...
ડીસા નગરપાલિકામાં થોડાક સમય અગાઉ મળેલી સાધારણ સભામાં મળેલા નગરસેવકો માં જરૂરિયાત ન હોવા છતાં બોલાવેલી મિટિંગમાં ડીસાની જનતાને એક લોલીપોપ તરીકે હવાઈ પિલ્લર ખાતેનો બગીચો ખુલ્લો મુકવા ની એક લાલચ આપવામાં આવી હતી બાદમાં આ સાધારણ સભાની આડમાં અમુક જરૂરિયાત બીલોને પણ પાસ કરી મંજૂરી આપી હતી આ તમામ ઘટનાક્રમ બાદ અચાનક એક પવનની દિશા બદલાય છે અને પ્રમુખના ચાર્જ તરીકે શિલ્પાબેન માળી સંભાળે છે. જે શિલ્પાબેન ને નગરપાલિકાના પ્રમુખ તરીકે ખુરશી પરથી હટાવવા માટે ત્રણ મહિના અગાઉ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં જે દાવપેચ રમ્યા હતા જે પણ રાજકારણી તરફથી રાજકીય રમત રમાઈ હતી આ સાધારણ સભા બાદ એવું તો શું બન્યું કે આંખમાં ખટકે રહેલા પ્રમુખને ફરીથી પ્રમુખની ખુરશી આપવામાં આવી આ સર્વ ઘટનાક્રમ બાદ નગરપાલિકામાં એક કોપરેટર કોરોના પોઝિટિવ નીકળે છે અને તમામ કોર્પોરેટરો અને નગરપાલિકા માં પ્રવેશ પર પ્રતિબંધ આવે છે અને આ તમામ ની વચ્ચે નગર પાલિકાનો વહીવટ સરસરાટ ચાલે છે જ્યારે તાજેતરની અંદર ડીસા ની અંદર બહુચર્ચિત સાયકલ સાઇકલ ની ચર્ચા પણ આ સાધારણ સભા બાદ પ્રકાશમાં આવી હોય એવું લોકમુખે ચર્ચાઇ છે આ તમામ ડીસાના એક જાણીતા કોઈ નારદમુનિએ ઊંડો રસ ધરાવીને આ
તમામ સાયકલ ખરીદી કરી હોવાનું જાણવા મળે છે આ સાઈકલ કાંડ જાહેર થતાં આપનાર દાતા ના દુકાન પરથી બિલોને પણ બદલી દેવામાં આવ્યા છે સત્ય શું છે એ બહાર આવશે પણ માનવતાને નેવે મૂકી અને અમુક લોકોના પોતાના અંગત માટે કરી તમામ મીડિયા જગત ને જે બદનામ કરવાનો કારસો રચવામાં આવી રહ્યું છે તેમાં આવા લોકોને સફળ થવા દેવામાં નહીં આવે એ પણ નક્કી છે ડિસાની જનતા આવા લોકોને ઓળખે છે અને લોકડાઉન માં જે જનતા વચ્ચે રહી અને સાચી માહિતી પૂરી કરી છે તેમને પણ જાણે છે માટે મોટી વાતો કરી અને જનતાના દિલમાં સ્થાન મેળવી શકાય દાદાગીરી એ મીડિયા જગત ની લાઈન નથી નગર પાલિકાની સાધારણ સભામાં જે પણ કંઈ બન્યું તે ખરેખર બહુ શરમ જનક અને ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં ખૂબ જ ખરાબ ઘટના છે એક સત્તા મેળવવા માટે કરી અને ડીસાની જનતાને વિશ્વાસ ને જે ચકનાચૂર કરવામાં આવ્યો છે આવા લોકોને ડીસાની જનતાને આવનાર ચૂંટણીમાં અવશ્ય સબક શીખવાડશે...દાવપેચ કરી નગરપાલિકાની સતા માં કેટલા મશગુલ બને છે..યા તો આ તાજ તેમને નડે છે...એ નજીકના દિવસો નક્કી કરશે..
G Express News Network