ડીસા શહેરમાં કબોઇડથી પકવેલી કેરી નું ધૂમ વેચાણ ફ્રુડ અધિકારીની ચૂપકીદી...!
ડીસામાં આરોગ્ય સાથે ચેડાં કરતા પર ફૂડ અધિકારી ક્યારે પગલાં લેશે
સમગ્ર રાજ્યમાં કોરોનાવાયરસ જેવી મહામારી થી બચવા સરકાર દ્વારા અનેક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા શહેર તો "ડી ફોર ડીસા"
અને ડી ફોર ડુપ્લીકેટ નામથી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તે વાતને નકારી શકાય તેમ નથી ત્યારે ડીસા શહેરની શાકમાર્કેટ માં તથા લારીઓમાં વેચાતી કેરીઓ લોકોના સ્વાસ્થ્ય માટે એક હાનિકારક નો સંદેશો પાઠવી રહી છે ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાની સત્તા પર બેઠેલા તથા જિલ્લા ફ્રુટ અધિકારી આ બાબતથી અજાણ હોય તે વાતને નકારી શકાય તેમ નથી ડીસા શહેરમાં ઠેરઠેર
કેરીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જ્યારે આ બાબતે તપાસ કરતા કેરીઓની નીચે કબોઇડ જેવું પ્રદાર્થ પણ નજર સમક્ષ આવી રહ્યું હતું જ્યારે પૈસા કમાવાની લ્હાયમાં વેપારીઓ સામે ડીસા નગરપાલિકાના સત્તાની ખુરશી પર બેઠેલા અધિકારીઓ ડીસા શહેરમાં તથા ડીસા શહેર શાકમાર્કેટમાં કેરીઓ ના મોટા વેપારીઓ ના ત્યાં આકસ્મિત તપાસ કરે અને કેરિ નો નાશ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા તત્વો સામે કાયદાકીય જોગવાઈ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
G Express News Network
www.gexpressnewsnetwork.com