सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

जुलाई, 2020 की पोस्ट दिखाई जा रही हैं

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ!

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ! પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા..પ્રયોજક શ્રી સલીમભાઈ બાવાણી,સહિત ના આગેવાનો ની હાજરી માં બોટાદ જિલ્લા ના પત્રકારો ની મીટીંગ કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાને રાખી યોજાઈ હતી.. આજે તા..૫/૭/૨૦૨૦ ના રોજ બપોરના ૪/૦૦ કલાકે બોટાદ ના સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ..જેમાં પ્રદેશ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી માસ્ક આપી સૌ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગત શબ્દો થી પિયુષ ભાઈ શાહે કર્યું હતું.. કાર્યક્રમ નુ માર્ગદર્શન રાજુભાઈ શાહે આપ્યું હતું..પત્રકાર એકતા સંગઠન શું કામ તેનું માર્ગદર્શન સલીમભાઈ બાવાણી એ કર્યું હતું.. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ સંગઠન ની રચના,સંગઠન ના નીતિ નિયમો,સંગઠન ની ગાઇડલાઈન તેમજ પ્રમાણિક પણે સમાજ નો અરીસો બની સત્ય પ્રગટ કરે તે સાચો પત્રકાર..અને સાચા પત્રકારો માટે સંગઠન સાથે છે.. બોટાદમાં જિલ્લા સંગઠન ની રચના સર્વાનુમતે કરતા ઉપસ્થિત પત્રકારો ના એક સુર થી કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ની નિયુક્તિ થ

પાલનપુરમાં કોરોના ફરજ દરમીયાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરીવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખનો ચેક અપાયો

પાલનપુરમાં કોરોના ફરજ દરમીયાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરીવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખનો ચેક અપાયો જિલ્લા કમાન્ડન્ટના હસ્તે  મૃતક હોમગાર્ડના પરીવારને ચેક અપાયો પાલનપુર કોરોના લોકડાઉનમાં ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડના પરીવારને તેમજ અન્ય એક હોમગાર્ડ જવાનના પરીવારને જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસની મહામારીના પગલે સરકાર દ્વારા ભારતને લોક ડાઉન કરવામાં આવ્યુ હતુ.જેમાં હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.જેમાં પોલીસ સાથે ખભે ખભો મીલાવી હોમગાર્ડ જવાનોએ ફરજ બજાવી હતી.જેમા ફરજ દરમીયાન પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા શૈલેષભાઇ શ્રીમાળીનું  અવસાન થયુ હતુ.જેના પગલે જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યા દ્વારા અથાગ પ્રયત્નોથી મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂ.4 લાખની સહાય પાસ કરાવવામાં આવી હતી.ત્યારબાદ  જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યાના હસ્તે મૃતક હોમગાર્ડના પરીવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.તેમજ છાપી સબ યુનિટના હોમગાર્ડ જવાન મંગાભાઇ રાવળનું સામાન્ય સંજોગોમાં અવસાન થતા તેના પરીવારને રૂ.77500નો ચેક આપવામાં આવ્યો હતો.જેમા

ફીલ્મી ઢબે પીછો કરી, ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીનના નેવુ હજારના મુદામાલ સાથે એક ઇસમની અટકાયત કરવામા આવી

તા. ૦૫/૦૭/૨૦૨૦  ડીસા રૂરલ પોલીસ સ્ટેેશન   ફીલ્મી ઢબે પીછો કરી, ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીનના નેવુ હજારના મુદામાલ સાથે એક ઇસમની અટકાયત કરવામા આવી                     પોલીસ મહનિર્દેશક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોડર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉ. કુશલ ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના આધારે અમલવારી કરવા સારૂ આજ રોજ પો.ઇન્સ. શ્રી એમ.જે.ચૌધરી નાઓની સુચનાથી એ.એસ.આઇ પરેશભાઇ ભાવાભાઇ તથા અ.હેડ.કોન્સ વિષ્ણુભાઈ રાયમલભાઈ તથા અ.પો.કો મધુસુદનસીંહ અનોપસીંહ નાઓ સાથે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.ઇન્સ શ્રી એમ જે ચૌધરી સાહેબ નાઓને મળેલ બાતમી હકીકત કે એક લાલ કલરની સ્વીફટ ગાડી નં. MH 02 AQ 4256 ની વિઠોદર,થેરવાડા બાજુથી કંસારી તરફ આવે છે તેવી ચોકકસ હીકકત આધારે ગલાલપુર પાટીયા પાસે નાકા બંધી વોચમા હતા દરમ્યાન હકીકત વાળી ગાડી આવતા, તેને હાથથી રોકાવવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી રોકેલ નહી અને આખોલ ચાર રસ્તા બાજુ ગાડી ભગાડેલ, સદરે ગાડીનો ફલ્મી ઢબે પીછો કરતા, રાધનપુર હાઇવે, ભીલડી