પાલનપુરમાં કોરોના ફરજ દરમીયાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરીવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખનો ચેક અપાયો
પાલનપુરમાં કોરોના ફરજ દરમીયાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરીવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખનો ચેક અપાયો
જિલ્લા કમાન્ડન્ટના હસ્તે મૃતક હોમગાર્ડના પરીવારને ચેક અપાયો
પાલનપુર
કોરોના લોકડાઉનમાં ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડના પરીવારને તેમજ અન્ય એક હોમગાર્ડ જવાનના પરીવારને જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસની મહામારીના પગલે સરકાર દ્વારા ભારતને લોક ડાઉન કરવામાં આવ્યુ હતુ.જેમાં હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.જેમાં પોલીસ સાથે ખભે ખભો મીલાવી હોમગાર્ડ જવાનોએ ફરજ બજાવી હતી.જેમા ફરજ દરમીયાન પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા શૈલેષભાઇ શ્રીમાળીનું અવસાન થયુ હતુ.જેના પગલે જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યા દ્વારા અથાગ પ્રયત્નોથી મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂ.4 લાખની સહાય પાસ કરાવવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યાના હસ્તે મૃતક હોમગાર્ડના પરીવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.તેમજ છાપી સબ યુનિટના હોમગાર્ડ જવાન મંગાભાઇ રાવળનું સામાન્ય સંજોગોમાં અવસાન થતા તેના પરીવારને રૂ.77500નો ચેક આપવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા કમાન્ડર આર.એમ.પંડ્યા,સ્ટાફ ઓફીસર કાયદા અધિકારી મનોજકુમાર ઉપાધ્યાય , હેડ કલાર્ક જે.એન. પરમાર,સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસ,,પાલનપુર ઓફીસર કમાન્ડીંગ પ્રશાંતભાઇ ગૌસ્વામી,છાપી ઓફીસર કમાન્ડન્ટ હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ સહીતના અધિકારી હાજર રહ્યા હતા.
G express news network