પાલનપુર ની કુખ્યાત બાવરી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી લઈ 5,01,000/- (પાંચ લાખ એક હજાર) ની રોકડ કબ્જે કરી સાંચોર ખાતે થયેલ ચીલઝડપનો ગુનો શોધી કાઢતી એલ.સી.બી.પાલનપુર બનાસકાંઠા..
મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સાહેબે* જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના અન્વયે..
શ્રી એચ. પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર. જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ..
એ.એસ.આઈ.યશવંતસિંહ હેડ.કોન્સ રાજેશકુમાર, દિલીપસિંહ પો.કો જોરાવરસિંહ,મહેશભાઈ.ડી,ગજેન્દ્રદાન,નિશાંત,ડ્રા.પો.કો રાજુભાઇ નાઓ પાલનપુર પશ્ચિમ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથેના હેડ.કોન્સ રાજેશકુમાર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાંચોર પોસ્ટે વિસ્તારમાં ચિલઝડપ ના સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઈસમો કોઝી વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરે છે જે બાતમી હકીકત આધારે સદરે ઈસમોને પકડી પાડી (1)હીરા જલારામ બાવરી (2)અજયભાઈ અરજણભાઈ બાવરી (3) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક રહે તમામ તારાનગર બાવરી ડેરા પાલનપુર તા.પાલનપુર વાળાઓ ને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે થોડા દિવસો પહેલા સાંચોર ખાતે સપના કલોથ સેન્ટર દુકાનમાંથી રોકડ રૂપિયાની ચીલઝડપ કરેલાની કબૂલાત કરેલી જે સાંચોર પોસ્ટે.ગુ.ર.નં. 0134/22 ipc કલમ.380,149 ગુનો દાખલ થયેલ હોય જે ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી માટે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન સોંપી સાંચોર પોસ્ટેને જાણ કરવામાં આવેલ છે..