सीधे मुख्य सामग्री पर जाएं

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ..


વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..


શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો એ સાકાર થયો છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

:- મુખ્યમંત્રી શ્રી :-

- શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો  પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ વધુ વેગવંતુ બનાવશે..

- અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે...


રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિમાં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે : મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી..


મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો સૌથી મોટો 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' આવનારા સમયમાં અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ કેન્દ્ર બનવાનું છે..

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પણ પ્રારંભ થયો છે ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો..

મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક એવી કાર્યપ્રણાલી વિકસાવી છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે, જેનું ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે..


શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે  એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો સાકાર થયો છે એમ મમુખ્મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો..

મુખ્યમંત્રશ્રીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન,  અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ એપનું પણ  લોન્ચિંગ કર્યું હતું...

આ અવસરે માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રીના પાવન અવસરે પવિત્ર યાત્રધામ અંબાજી ખાતે અનેક પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ અને પ્રારંભ કરાવીને યાત્રિકોને ભેટ આપી છે..


શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ  જે શ્રી પ૧ શક્તિપીઠનું રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આજે સાકાર થતી જોવા મળી રહી છે એમ મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું..

તેમણે ઉમેર્યું કે, હિંદુસ્તાન યાત્રાઓનો દેશ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશભરના દરેક યાત્રા ધામનો વિકાસ કરી રહી છે..


રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિ માં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું..

આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હરિત શુક્લા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..