રોટરી ક્લબ ડિવાઈન ડીસા માં ડીસ્ટ્રીક્ટ 3054 નું ડીસ્ટિકના ગવર્નર બળવંતસિહજી ચિરાના સર ના માર્ગદર્શન હેઠળ, ડીસામાં ઉત્તર ગુજરાત માટે નવા સભ્ય ઓરિએન્ટેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું..
રોટરી ક્લબ ડિવાઈન ડીસા માં ડીસ્ટ્રીક્ટ 3054 નું ડીસ્ટિકના ગવર્નર બળવંતસિહજી ચિરાના સર ના માર્ગદર્શન હેઠળ..
રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
ડીસામાં ઉત્તર ગુજરાત માટે નવા સભ્ય ઓરિએન્ટેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં ઉત્તર ઝોન ની 15 જેટલી ક્લબો એ ભાગ લીધો હતો..
15 ક્લબ ના 102 રોટેરિયન સભ્યો નોંધાયા હતા અને આ સેમિનાર માં નવા સભ્યને રોટરી ઈન્ટરનેશનલ વિશે માહિતગાર કરવા પીડીજી આશિષભાઈ દેસાઈ, પીડીજી બીનાબેન દેસાઈ, ડીજીઇ મેહુલભાઇ રાઠોડ, એજી ડો. રીટાબેન પટેલ, રોટે. ધર્મેન્દ્રભાઈ જોષી, એજી ડો.જયેશભાઈ સુથાર, રોટે દીપકભાઈ પંડ્યા, રોટે વિક્રમભાઈ ઠક્કર, રોટે નૈમિષભાઈ રવાણીએ વિવિધ વિષયો પર પોતાની ફરજ બજાવી હતી, અને રોટરી વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી..
ક્લબ પ્રમુખ ડો.બીનલબેન માળી, મંત્રી હિનલબેન, એજી ડો.રીટાબેન પટેલ, મીટ ચેર રોટે. ડોક્ટર અવની ઠક્કર, મીટ કો-ચેર રોટે ગીતા વ્યાસ સહિતની સમગ્ર ટીમે કરી હતી..
સેમિનાર માં રોટે ડોક્ટર જીગીષા પ્રજાપતિ અને રોટે ડોક્ટર વર્ષા પટેલ દ્વારા કાર્યક્રમ નુ સંચાલન કરવામાં આવ્યું હતું..
મહિલા ક્લબ માત્ર બે વર્ષ જૂની હોવા છતાં ડીસ્ટ્રીક પ્રોટોકોલ ને અનુસરીને ક્લબ દ્વારા નિર્ધારિત સમય સર સેમિનાર નું સમાપન કરવામાં આવ્યું હતું..
કલબ દ્વારા રોટરી ફાઉન્ડેશન ને 5100 રૂપિયાનો ચેક વક્તાઓ ને આપી ને TRF માં ડોનેટ કર્યો , વક્તાઓ ને મોમેન્ટો આપીને તે રકમ ડોનેટ કરી ને નવી શરૂઆત કરવામાં આવી હતી..
તમામ વક્તાઓ એ આ નવી શરૂઆત ને બિરદાવતા ક્લબ ને અભિનંદન પાઠવ્યા હતા..
છેલ્લે મીટ ચેર ને આભાર વિધિ ડોક્ટર અવની ઠક્કરે કરી હતી, અંતે સુંદર ભોજન સાથે સેમિનારનું સમાપન થયું હતું..