AMBAJI : અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યોઃ માતાજીને ધજા ચડાવી સફાઇકર્મીઓનું સન્માન કરાયું..
અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યોઃ માતાજીને ધજા ચડાવી સફાઇકર્મીઓનું સન્માન કરાયું..
મેળાની સફાઇ કામગીરીમાં સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે..
(રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા )
તારીખ ૫ સપ્ટે્મ્બર થી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન સ્વચ્છતાના સૈનિકો તરીકે સેવા આપીને મેળાના સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓ અને આ વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓનો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિવલ ખરેએ આભાર વ્યક્ત કરી તેમને માતાજીનો પ્રસાદ અને ફોટો આપી સન્માન કરાયું હતું..
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મેળાની સફાઇ કામગીરી માટે સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આવતીકાલે આ સફાઇકર્મીઓ આપણી વચ્ચેથી વિદાય લેવાના છે ત્યારે આજે અમે માતાજીને ધજા ચડાવી છે..
અને તમામ પાયાના સફાઇ કર્મચારીઓનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું છે. તેમણે કહ્યું કે, ગઇકાલે અમે બધાએ સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મીઓની ટીમ સાથે ગબ્બર ખાતે લેસર શૉ નિહાળ્યો હતો તથા માતાજીની સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો. સમગ્ર મેળા દરમિયાન સફાઇકર્મીઓએ અંબાજીમાં જે રીતે સારામાં સારી સફાઇની કામગીરી કરી છે તેના માટે સમગ્ર વહીવટી તંત્ર વતી તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇકર્મીઓ સાથે અંબાજી સર્કિટ હાઉસથી ચાલીને મંદિર પર માતાજીની ધજા ચડાવી હતી. સફાઇકર્મીઓએ પોતાની સેવાની કદર બદલ તંત્રનો આભાર વ્યક્ત કરી માતાજીના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.