सीधे मुख्य सामग्री पर जाएं

AMBAJI/અંબાજી મંદિરની રોશની થી ચાચર ચોક માં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ.. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો..

અંબાજી મંદિરની રોશની થી ચાચર ચોક માં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ.. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો..

સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું..

રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા

         માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે..... બોલમાડી...... અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. 
          શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજી માં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે  તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે.
          અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વાર થી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે.
        ‌રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, પૂનમનો પમરાટ, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે..
 અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા ને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી વ્યવસ્થા બદલ વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..