सीधे मुख्य सामग्री पर जाएं

AMBAJI//ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમથી અંબાજી માં સર્જાયો મિની મહાકુંભ...

સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિરસ માં તરબોળ..
 
ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમથી અંબાજી માં સર્જાયો મિની મહાકુંભ...

રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા

             વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ, રાત જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.....ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે..
 અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર દર્શન કર્યાનો સંતોષ જોવા મળે છે..
       અંબાજી મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમ સીમાથી ભવ્ય માહોલ જોવા મળે છે. દૂર દૂરથી પદયાત્રા કરીને દિવસોથી ચાલી રહેલા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા છે. અંબાજી મંદિર પરિસર અને રસ્તાઓ પર માતાજીના અવિરત જયઘોષથી દિવ્ય માહોલની અનુભૂતિ થાય છે..
          અંબાજી ભાદરવી મહોમળો માઇભક્તો માટે યાદગાર સંભારણું બની રહે છે. પદયાત્રા દરમ્યાન જીવનની રોજીંદી ઘટમાળ અને ઘડિયાળના કાંટે ચાલતા ભૌતિક જીવનમાંથી માણસને મુક્તિનો અનુભવ થાય છે. પદયાત્રા દરમ્યાન યાત્રિકો પોતાનું ભૌતિક અસ્તિત્વ ભુલીને સૌની સાથે એક બની બસ જય અંબે...... જય અંબે.......જય ઘોષ સાથે જ ચાલતા રહેવાનું. ના કોઇ ટેન્શન કે ના કોઇ ચિંતા. એકદમ મુક્ત, સ્વતંત્ર અને ભક્તિમાં લીન બની જવાનું. ઇચ્છા થાય ત્યારે ચાલવાનું, મન થાય ત્યારે બેસીને આરામ કરવાનું અને વળી ભક્તિની મોજ આવે તો ગમે ત્યાં ગરબે ઘુમી નાચી પણ લેવાનું. જે લોકો ક્યારેય કોઇ પ્રસંગમાં ડાન્સ કરી શકતા નથી કે પોતાના ગામની માંડવડીમાં નવરાત્રિમાં ગરબે પણ નથી રમી શકતા તેવા ઘણા લોકો અત્યારે મહામેળામાં માતાજીની ભક્તિમાં ઝુમી, ગરબા રમતા જોવા મળ્યા છે. 

કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં પદયાત્રિકોની સેવામાં જિલ્લા વહીવટીતંત્ર ખડેપગે..

          લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર સુદ્રઢ આયોજન કરીને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ મેળાની વ્યવસ્થા જાળવવામાં ખડેપગે છે. અંબાજી ખાતે અને રસ્તાઓ ઉપર રાત, દિવસ ત્રણ શીફ્ટમાં ૭૦૦ જેટલાં સફાઇકર્મીઓ દ્વારા સતત સફાઇ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ૩ સ્થળોએ વિનામૂલ્યે ભોજનની સરસ સુવિધાનો યાત્રિકો લાભ લઇ રહ્યા છે. 
                                                                           અંબાજી મેળાની સુરક્ષા માટે 325 થી વધારે CCTV કેમેરાની ચાંપતી નજરઃ પ હજાર પોલીસ જવાનો તૈનાતઃ મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ..

          અંબાજી મહામેળાની સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના વડપણ હેઠળ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયેલી છે. મેળાની સુરક્ષા માટે 325 થી વધારે CCTV કેમેરા, 10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન, અને 13 વોચ ટાવરના માધ્યમથી મેળા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસ જવાનો તૈનાત છે અને પદયાત્રીઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપી મહિલાઓ માટે SHE ટીમની રચના કરવામાં આવેલી છે. જેનાથી મહિલાઓ યાત્રિકો પોલીસની કામગીરીની સરાહના કરી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે..
          અંબાજીમાં 22 જેટલાં પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોમ્યુનિકેશન માટે 252 વોકિટોકીની વ્યવસ્થા, 18 સ્ટેસ્ટીટિક્સ ટીમ અને ઘોડેસવાર જવાનો પણ સુરક્ષા અને સલામતી માટે ખડેપગે ફરજ બજાવે છે. 100 નંબર ડાયલ કરી કોઈપણ વ્યક્તિ પોલીસની મદદ મેળવી શકે છે. અંબાજી તરફના માર્ગો અને ગબ્બર ખાતે પણ પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અસામાજિક તત્વોનો ડેટા એનાલીસીસ કરી મેળા દરમિયાન કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ વિભાગ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
                                                                                    માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન- ગબ્બર ઉપર માઇભક્તોની ભારે ભીડ..

           માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર પર્વત ખાતે પણ માઇભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો ગબ્બર પર્વત ઉપર દર્શન કરવા અચૂક જાય છે. દેશ વિદેશામાં જુદા જુદા સ્થળોએ આવેલા માતાજીના શક્તિપીઠોનું એક જગ્યાએ ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થતાં માઇભક્તો હવે અંબાજી આવીને દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. ગબ્બર ઉપર જવા માટે રોપ-વે અને પગથીયાની સગવડ હોવાથી માઇક્તોને સારી સુવિધા મળે છે..

ગબ્બર પર્વત ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળા પ્રસંગે વહીવટીતંત્ર દ્વારા ગોઠવાયેલ તમામ વ્યવસ્થાઓ વીજળી, આરોગ્ય, સુરક્ષા, સ્વચ્છતા, વિનામૂલ્યે ભોજન, વિસામા, પરિવહન વગેરે સરસ રીતે જળવાઇ રહી છે.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..