सीधे मुख्य सामग्री पर जाएं

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે જીયોમેમ્બ્રન સાથેની ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ..

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે જીયોમેમ્બ્રન સાથેની ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ..

ખેત તલાવડીઓ ના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે -: મંત્રીશ્રી ઋષિકેશ પટેલ..

રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા

રૂપિયા ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ ૧૮૧ ખેત તલાવડીથી ૭૬૦૦ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે..

 
           બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ જીયોમેમ્બ્રન ૧૮૧ ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું  લોકાર્પણ કરાયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાવ, થરાદ અને ભાભર તાલુકાના ભૂગર્ભ જળની સપાટી ખૂબ ઉંડી જવાથી સિંચાઇ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના અમલી બનાવાઇ છે.
           આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુતો ખેત તલાવડીના પાયલોટ પ્રોજેક્ટથી માહિતગાર થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાની પાણીની સમસ્યાના નિવારણ માટે કસરા- દાંતીવાડા પાઇપલાઇન મારફત નર્મદાનું પાણી પહોંચાડી તળાવો ભરવાનું આયોજન કરાયું છે.
            મંત્રીશ્રીએ ધાનેરા, દાંતીવાડા અને લાખણી તાલુકામાં સિંચાઇની સુવિધાઓ વધારવાની ખાતરી આપતા જણાવ્યું કે, સરકારી તિજોરીનો એક એક પૈસો લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં આવે તેવી રીતે આ સરકાર કામ કરે છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સિંચાઇની સુવિધાઓમા વધારવાથી વાવેતર વિસ્તારમાં ખુબ મોટો વધારો થયો છે.
            મંત્રીશ્રીએ ઉમેર્યું કે જન ભાગીદારીની યોજનાઓને ખુબ ટુંકાગાળામાં સારી સફળતા મળે છે એનું કારણ એમાં વ્યક્તિનું પોતાનું યોગદાન હોય છે. તેમણે કહ્યું કે આવતા ચોમાસા પહેલાં ૮૦૦ જેટલી ખેત તલાવડી બનાવવાનું કામ પૂર્ણ  કરીને સિંચાઇની સુવિધાઓમાં વધારો કરાશે. તેમણે પાણી બચાવવા પર ભાર મુકતા જણાવ્યું કે, સામૂહિક ખેત તલાવડી બને એ દિશામાં વિચારવાનો સમય આવી ગયો છે.
             મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યનો  એક પણ તાલુકો કિડની ડાયાલીસીસની સુવિધાથી વંચિત ન રહે તેવું આયોજન આ સરકારે કર્યુ છે. બનાસકાંઠાના વિકાસ માટે શિક્ષણ, પાણી, આરોગ્યમાં પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસ મોડેલ વિના આજે છુટકો જ નથી ત્યારે કોઇપણ લોકોના લોભ-લાલચમાં આવ્યાં સિવાય સરકારની વિકાસ યાત્રામાં સહભાગી બનીને બનાસકાંઠા જિલ્લાને સુંદરકાંઠો બનાવીએ.
          આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની સિંચાઇની સમસ્યાઓ દૂર કરવા માટે આદરેલા અભિગમ બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ અને મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કસરા- દાંતીવાડા પાઇપલાઇન માટે ૧૬૫૦ કરોડની યોજના મંજૂર કરી છે. 
           મંત્રીશ્રીએ જણાવ્યું કે, પાણી એ પરમાત્માનો પ્રસાદ છે એ વાત બનાસકાંઠાના ખેડુતોને સારી રીતે સમજાઇ છે.

 ખેત તલાવડી બનાવવા બદલ સરકારશ્રી અને પ્રગતિશીલ ખેડુતોનો આભાર માની મંત્રીશ્રીએ કહ્યું કે, એક સમયમાં બનાસકાંઠા જિલ્લો શિક્ષણ સહિત તમામ બાબતોમાં પછાત હતો.
 તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની અભિયાન સ્વરૂપ કામગીરીના લીધે આ જિલ્લાએ શિક્ષણમાં  ક્રાંતિ કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ભૂતકાળની સરકારોએ ડાર્કઝોન મુકવાથી ખેડુતોને વીજ કનેક્શન મળતા નહોતા. આ સરકારે ડાર્કઝોન હટાવીને ખેડુતોને સમય મર્યાદામાં વીજ કનેક્શન આપ્યાં છે.

 સરકાર ખેડુતોની પડખે ઉભી છે ત્યારે સરકારશ્રીની યોજનાનો લાભ લઇ જળ સંચયના કામો કરી આ જિલ્લાને પાણીદાર બનાવીએ.

આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં જ રહે તે માટે અભિયાન આદર્યુ છે જેના પરિણામે આજે આ વિસ્તારમાં ખેત તલાવડીઓ બનાવી છે. તેમણે કહ્યું કે આ વર્ષે કુદરતની મહેર ના લીધે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થયો છે જેના લીધે જળ સંગ્રહ થયો છે. સાંસદશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં આપણે વીજળી અને પાણી વિના ટળવળતા હતા આજે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળે છે. સિંચાઇ માટે વધુમાં વધુ ખેત તલાવડી બનાવવા તેમણે ખેડુતોને અનુરોધ કર્યો હતો.
           આ પ્રસંગે ધારાસભ્યશ્રી નથાભાઇ પટેલે જણાવ્યું કે, સૂકાભઠ્ઠ ધાનેરા વિસ્તારમાંથી ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરવા બદલ પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા આ વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા તેમણે જણાવ્યું હતું.
           આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેનશ્રી સવસીભાઇ પટેલ, ડીસા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી માવજીભાઇ દેસાઈ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી પ્રવિણભાઇ માળી, શ્રી નટુભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સોનાભાઇ પટેલ, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખશ્રી પરથીભાઇ ચૌધરી, જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવશ્રી કે. બી. રાબડીયા, પંચાયતના મુખ્ય ઇજનેરશ્રી જી. કે. ત્રિવેદી, પંચાયત ઉપ સચિવશ્રી ડી. પી. બારોટ સહિત અધિકારીઓ, આગેવાનો અને ખેડુતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા મહોત્સવમાં પ

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान श्रीमान आयुक्त महोदय नगर परिषद बालोतरा निवेदन है कि नाहटा अस्पताल के पास पुराना अंडर ब्रिज कही दिनो से भरा पड़ा हुआ है बरसात बन्द हुए भी 10 दिन के ऊपर हो चुके है लेकीन आज तक नगर परिषद ने इसकी सफाई नही करवाई है गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है ज्यादा दिन गंदा पानी पड़े रहने से इसमें दुर्गंद हो गयी है।  गंदे पानी की दुर्गंद नाहटा हॉस्पिटल तक जा रही है जनहित के इस कार्य को आप तुरंत करावे साथ ही शहर के मौसमी बीमारी का प्रकोप बढ़ गया है अभी तक बबुल की झाड़िया कटिंग व DDT पाउडर छिड़काव तथा फॉगिंग स्प्रे भी नही सुरु हुआ है यदि समय रहते हुए शहर में सफाई व्यवस्था नही सुधारा गया तो यह मौसमी बीमारिया विकराल रूप धारण कर सकती है।  आज ही सफाई निरशको व हल्का जामेदारो को इस कार्यो हेतु निर्देशित करावे।                            निवेदित : मदनराज चोपड़ा, पूर्व मंडल अध्यक्ष भाजपा