सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

फ़रवरी, 2025 की पोस्ट दिखाई जा रही हैं

ડીસા, રાણપુર રોડ પર ગટર કામના અધૂરા પુરાણથી ત્રણ દિવસમાં બટાકા ભરેલા ત્રણ ટ્રેક્ટર પલટ્યા..

Deesa : ડીસા, રાણપુર રોડ પર ગટર કામના અધૂરા પુરાણથી ત્રણ દિવસમાં બટાકા ભરેલા ત્રણ ટ્રેક્ટર પલટ્યા.. ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટર ના કામમાં કોન્ટ્રાક્ટર ની બેદરકારીએ ગંભીર સમસ્યા સર્જી છે, ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાથી રસ્તા પર મોટા ખાડા પડ્યા છે.. આ માર્ગ પર 20 થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, બટાકા ની સીઝન હોવાથી દિવસ-રાત ટ્રેક્ટરોની અવરજવર રહે છે, છેલ્લા ત્રણ દિવસમાં બટાકા ભરેલા ત્રણથી વધુ ટ્રેક્ટરો ખાડામાં ફસાઈને પલટી ગયા છે.. આ સમસ્યાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, અગાઉ રસ્તાની એક તરફ નંખાયેલી પાઇપલાઇન નું પણ યોગ્ય પુરાણ થયું નથી, હવે બીજી તરફ ના ખોદકામમાં પણ આવી જ બેદરકારી જોવા મળી રહી છે.. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) ના આ પ્રોજેક્ટમાં નગરપાલિકા પણ કોઈ કાર્યવાહી કરતી નથી, સ્થાનિક રહીશો અને ખેડૂતોએ બંને સંસ્થાઓને તાત્કાલિક ઉકેલ માટે રજૂઆત કરી છે..

ડીસા માંથી રૂપિયા 17.50 લાખનું શંકાસ્પદ ઘી નું જથ્થો ઝડપાયું..

ડીસામાં ફૂડ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે, ટીમે જીઆઇડીસી‌‌ માં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસમાં દરોડો પાડ્યો હતો, અહીંથી રૂપિયા 17.50 લાખની કિંમતનો 4037 કિલો ગાયના ઘી નો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.. ડીસા જીઆઇડીસી માં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસમાં અખાદ્ય ઘી બનતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, અહીંથી ગૌમુખ અને જયવર્ધન સહિત જુદા જુદા બ્રાન્ડના પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો.. ડીસા માં નકલી ઘી બનાવતા માફિયાઓ ને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ બિન્દાસ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે, ફ્રુડ વિભાગે શ્રી નવકાર ડેરી પ્રોડેક્ટસમાં રેડ કરી હતી, જેનું લાયસન્સ છ માસ અગાઉ રદ કર્યું હતું, છતાં કાયદાના ઉપરવટ થઈને ઘી બનાવતા હોવાની માહિતી મળતા જ ફ્રુડ વિભાગે રેડ કરી હતી..

Deesa // કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર ચાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી ડીસા પાડતી ઉત્તર પોલીસ..

કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર ચાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી ડીસા પાડતી ઉત્તર પોલીસ.. ડીસા શહેર ઉત્તર પોલીસે એક કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરી ના કલાકોમાં ઉકેલ્યો પાડ્યો છે, પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 25,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.. ડીસા હાઈવે પર આવેલી ક્ષેત્રપાળ કરિયાણાની દુકાનમાં રાત્રે તસ્કરોએ શટર ઊંચું કરી પ્રવેશ કર્યો હતો, તેઓએ દુકાનમાં થી તેલ ના ડબ્બા, સિગરેટ અને રોકડ રકમની ચોરી કરી હતી.. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી અને તેમની ટીમ  જે.બી. ઠાકોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. જયંતિભાઈ,એ.એસ.આઈ. શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. પ્રવીણભાઈ, હેડ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. નરેન્દ્રકુમાર, પોલીસ કોન્સ્ટેબલ, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. મહંમદ ઈશ્વાન, પોલીસ કોન્સ્ટેબલ, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. કરશનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. લીલાચંદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા.. પ્રકાશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉ...

Deesa : ખેલ મહાકુંભ 3.0માં ડીસા કોલેજ ની સિદ્ધિ

ખેલ મહાકુંભ 3.0માં ડીસા કોલેજની સિદ્ધિ વિદ્યાર્થીની ખુશી જોશીએ જુડોમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ જીતી રાજ્યકક્ષાએ પસંદગી મેળવી.. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ડીસા કોલેજની વિદ્યાર્થીની ખુશી જીતુભાઈ જોશીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક મેળવ્યો છે.. આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ખુશી જોશીએ પોતાની રમત કૌશલ્યનો ઉત્તમ પરિચય આપ્યો હતો.. તેણીની આ સફળતાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોલેજનું નામ રોશન કર્યું છે, વિશેષ ઉપલબ્ધિ એ છે કે તેણીની પ્રતિભાને ઓળખી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી કરવામાં આવી છે.. આ સફળતા પાછળ ખુશી જોશીના કોચ પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરી નું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે, કોલેજના સંસ્થા પરિવારે ખુશી અને તેમના કોચને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.. આ સફળતાથી ડીસા કોલેજમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાની નવી મિસાલ સ્થપાઈ છે..

રાજસ્થાન બોર્ડર માવલ ચેક પોસ્ટ પર મિની ટ્રકમાંથી ૩૮૫ પેટી દારૂ સાથે બે શખ્સની ધરપકડ..

રાજસ્થાન બોર્ડર, માવલ ચેક પોસ્ટ પર મિની ટ્રકમાંથી ૩૮૫ પેટી દારૂ સાથે બે શખ્સની ધરપકડ..  રાજસ્થાન પોલીસે માવલ ચેક પોસ્ટ પર મોટી કામગીરી કરતા દારૂની હેરાફેરી કરતું એક મિની ટ્રક ઝડપી પાડ્યું છે, પોલીસ ને મળેલી બાતમીના આધારે રાજસ્થાન થી ગુજરાત તરફ જતા મિની ટ્રક ને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી.. પોલીસે વાહન ની ઝીણવટભરી તપાસ કરતા ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, કુલ ૩૮૫ પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.. પોલીસે ટ્રકમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી છે, આ મામલે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.. પોલીસ તપાસમાં આ દારૂની હેરાફેરી પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે અને આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે, આ પ્રકારની દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ કડક બનાવ્યું છે..