ખેલ મહાકુંભ 3.0માં ડીસા કોલેજની સિદ્ધિ
વિદ્યાર્થીની ખુશી જોશીએ જુડોમાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ જીતી રાજ્યકક્ષાએ પસંદગી મેળવી..
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ડીસા કોલેજની વિદ્યાર્થીની ખુશી જીતુભાઈ જોશીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક મેળવ્યો છે..
આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ખુશી જોશીએ પોતાની રમત કૌશલ્યનો ઉત્તમ પરિચય આપ્યો હતો..
તેણીની આ સફળતાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોલેજનું નામ રોશન કર્યું છે, વિશેષ ઉપલબ્ધિ એ છે કે તેણીની પ્રતિભાને ઓળખી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી કરવામાં આવી છે..
આ સફળતા પાછળ ખુશી જોશીના કોચ પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરી નું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે, કોલેજના સંસ્થા પરિવારે ખુશી અને તેમના કોચને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે..
આ સફળતાથી ડીસા કોલેજમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતાની નવી મિસાલ સ્થપાઈ છે..
टिप्पणियाँ