રાજસ્થાન બોર્ડર, માવલ ચેક પોસ્ટ પર મિની ટ્રકમાંથી ૩૮૫ પેટી દારૂ સાથે બે શખ્સની ધરપકડ..
રાજસ્થાન પોલીસે માવલ ચેક પોસ્ટ પર મોટી કામગીરી કરતા દારૂની હેરાફેરી કરતું એક મિની ટ્રક ઝડપી પાડ્યું છે, પોલીસ ને મળેલી બાતમીના આધારે રાજસ્થાન થી ગુજરાત તરફ જતા મિની ટ્રક ને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી..
પોલીસે વાહન ની ઝીણવટભરી તપાસ કરતા ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, કુલ ૩૮૫ પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે..
પોલીસે ટ્રકમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી છે, આ મામલે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે..
પોલીસ તપાસમાં આ દારૂની હેરાફેરી પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે અને આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે, આ પ્રકારની દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ કડક બનાવ્યું છે..
टिप्पणियाँ