હારીજમાં ધરતીબેન સચ્ચદે, રાધનપુરમાં ભાવનાબેન જોશી અને ચાણસ્મામાં પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યાં..
ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે 3 વાગ્યે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, ત્રણેય નગરપાલિકાઓ માં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે..
હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચ્ચદે ની પ્રમુખ અને કોંગ્રેસ માંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6 ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે..
રાધનપુર નગર પાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશી ની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે..
ચાણસ્મા નગરપાલિકામાં સામાન્ય મહિલા અનામત બેઠક પર થી પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યા છે, ઉપપ્રમુખ તરીકે આંશુ સુનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે..
ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે, સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓ ને પ્રમુખ બનવાની તક મળી છે, ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓ માં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવાર ની જીત નિશ્ચિત હતી..
टिप्पणियाँ