ડિસા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું, રેલીમાં સમાજની મહિલાઓએ આગેવાની લીધી હતી, રેલી દિપક હોટેલ થી શરૂ થઈ હતી..
રેલી જલારામ મંદિર, બગીચા સર્કલ, ફુવારા સર્કલ અને રિસાલા બજાર ના માર્ગે ફરી હતી, રેલીમાં ભગવાન પરશુરામનો રથ પણ સામેલ હતો, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી અમરત દવે રથ માં બેસી યાત્રામાં જોડાયા હતા..
જલારામ મંદિર પાસે ભગવાન પરશુરામ ના રથનું સ્વાગત કરવામાં આવ્યું, લોકોએ "જય જય પરશુરામ"ના નાદ થી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું, બગીચા સર્કલ ખાતે ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ડિસા શહેર ભાજપ સંગઠન અને શિવ સમિતિ ડિસા એ રથનું સ્વાગત કર્યું..
શહેર ના વિવિધ વિસ્તારોમાં લોકોએ રેલીનું સ્વાગત કર્યું હતું. બ્રહ્મ સમાજ ની આ રેલીએ ભગવાન પરશુરામ ની જન્મજયંતિની ઉજવણીને વિશેષ બનાવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો..
टिप्पणियाँ