ડીસામાંથી મોબાઈલ ચોરી કરનારા શખ્સને ઝડપ્યો.. ડીસામાંથી મોબાઈલ ચોરી કરનારા શખ્સને પોલીસે ઝડપી લધો હતો.. ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે મોબાઈલ ચોરીનો ગુનો નોંંધાયો હતો, જે અનુસંધાને પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનીકલના આધારે ચોરીમાં ગયેલ મોબાઈલ એક શખસ ડીસા ફુવારા સર્કલ પાસે વેચવા આવેલ હોવાની બાતમી મેળવી હતી, જે બાતમીના આધારે તાત્કાલિક રેડ કરી તેને પકડી પુછ પરછ કરતા તેણે મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી, જેથી આરોપી રવિભાઈ અશોકભાઈ મોચી (રહે ડીસા સિન્ધી કોલોની, અંબે માતાના મંદિરની પાછળ) પાસેથી ચોરીના મોબાઈલ નંગ-2, કિંમત રૂપિયા 20,499 નો મુદામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.. પોલીસે ચોરીના બે મોબાઈલ કબજે લીધા..
શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી.. ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..