सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मार्च, 2020 की पोस्ट दिखाई जा रही हैं

आम जनता को संदेश

आवश्यक  सूचना यह है कि सरकार कभी खुल के खतरे के बारे में नहीं कहती है जनता में हंगामा न मचे, पर स्कूलों का बंद होना, ट्रेनों का रद्द होना, अंतरराष्ट्रीय उडानों को स्थगित किया जाना प्रमाण है कि स्थिति गंभीर है, तो अब बहुत हुआ हंसी मजाक या व्हाट्सएपिया ज्ञान...। अब थोड़ा गंभीर हो जाइये..। तुरंत सेनेटाइजर और हैंडवॉश खरीदें, सेनेटाइजर जेब/पर्स में लेके चले और हैंडवॉश+एक बाल्टी पानी घर के दरवाजे पर रखें, भीड़ वाली जगह जाने से बचें,लोगों से थोड़ी दूरी बना कर बात करें और शारीरिक संपर्क न बनाएँ। लहसुन, प्याज के चक्कर में न रहे, दुनिया के किसी देश के पास इसका इलाज नहीं है और कम से कम 6 माह तक होगा भी नहीं, आपकी जागरूकता और सावधानी ही अभी एक मात्र उपाय है फॉरवर्ड करें न करें पर स्वंय पढ़ कर अपने विवेक का इस्तेमाल करें कि मैसेज अन्य ग्रुप में भेजना है या स्वयं पालन करना है या दोनों। यह आप पर निर्भर करता है। ✒️...एम. डी. चावडा एडिटर "बेताब" न्यूज़ G Express News Network P. Ltd. 

ડીસા બનાસ નદી પુલ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો ..

બનાસકાંઠા બેકિંગ  ડીસા બનાસ નદી પુલ ઉપર ગંભીર અકસ્માત સર્જાયો .. અકસ્માતમાં  એક  એસ આર પી જવાનો  સહીત  બે ના મોત  ટ્રક તથા બાઈક વચ્ચે ગંભીર અકસ્માત .. લાશોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા... મોટીસંખ્યામાં પોલીસ જવાનો ડીસા સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા .. G Express News Network

સેવાને સલામી આપવા અભિવાદન કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

નોવેલ કોરોના વાયરસ (Covid-19)ના રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવા કર્મીઓ. સરકારી કર્મચારીઓ/ અધિકારીઓ/ પોલીસ કર્મચારીઓ/ અન્ય લોકોની સેવા પરાયણતા ને તાળીઓ પાડીને, થાળી વગાડીને, ઘંટડી વગાડીને, બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા અભિવાદન કરતાં મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી

ડીસામાં જનતા કરફ્યુ ને લઈને સજ્જડ બંધ રહ્યો.---

ડીસામાં જનતા કરફ્યુ ને લઈને સજ્જડ બંધ રહ્યો. --------------------------------------- ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો દેશ વ્યાપી જનતા કરફ્યુ  તારીખ 22/ 3 /2020 ને રવિવાર રોજ સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધીમાં ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલને માન આપીને ડીસા શહેરમાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ, શાક માર્કેટ, કાપડ બજાર, તમામ નાના મજૂરી કરતા માણસોએ પણ સંપૂર્ણ અપીલને ધ્યાનમાં રાખી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું જેને લઇને તસવીરમાં ડીસાના ભરચક બગીચા વિસ્તાર સામસુમજોવા મળે છે. વિનોદ બાંડીવાલા (ડીસા). G Express News Network

થરાદ માંથી ગેરકાયદેસર ના માદક પદાર્થ અફીણ છોડ, ડોડાનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ

થરાદ માંથી ગેરકાયદેસર ના માદક પદાર્થ અફીણ છોડ, ડોડાનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ    ૧૨૭.૮૯૦ કિ.ગ્રા કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને પકડી પાડતી  થરાદ પોલીસ તથા એસ.ઓ.જી. બનાસકાંઠા.                   પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, ભુજ  તથા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓએ*  આપેલ  સુચના અન્વયે શ્રી જે.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર થરાદ તથા  થરાદ પો.સ્ટે.ના હેડ.કોન્સ. મોઘજીભાઈ તથા પો.કોન્સ. સરદારસિંહ તથા હરીસિંહ તથા રવજીભાઈ તથા એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઈ કાંતીલાલ તથા હેડ.કો.વનરાજસિંહ તથા દિલીપભાઈ તથા પો.કોન્સ. દિલીપસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઈન્સ. શ્રી જે.બી.ચૌધરી નાઓને મળેલ બાતમી હકીકત આધારે કરશનભાઈ નરસંગજી ઉર્ફે નશાજી રાઠોડ રહે.કરબુણ સીમ તા.થરાદ વાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટાના ખેતરમા વરીયાળીના પાકની વચ્ચે ઉગાડેલ અફીણના છોડ, ડોડાનો જથ્થો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦/- નો તથા મોબાઈલ ફોન કિ.રૂ.૨,૦૦૦/નો મળી કુલ મુદ

ડીસામાં હોલિકા દહન

ડીસામાં હોલિકા દહન      વર્ષો જૂની પરંપરાગત રીતે આજે ડીસા ખાતે તારીખ 9/3/ 2020 ને સોમવારે ગાંધી ચોક માં, ખાડિયા, રાજપુર,રીસાલા બજાર, તેમજ શેરી મહોલ્લાઓ માં ગ્રામજનો દ્વારા હોળી પૂજન કરી સાંજે હોળી પ્રાગટ્ય કરવામાં આવી હતી તેમ જ લોકોએ હોળી ના સ્થાને વાજતે ગાજતે  ઢોલ શરણાઈ ને ડીજેનાતાલે અનેક નાના બાળકોને ઢુઢાડવા ની વર્ષો જૂની પરંપરા અને આજે પણ નિભાવી અને અનેક નાના બાળકોને લઈ હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ ધાણી વગેરે પવિત્ર મા વસ્તુ ઓ હોમી અને પૂજન કરવામાં આવેલ           વિનોદભાઈ બાડીવાળા

હોળીના ફાગ

હોળીના ફાગ હોળીના પર્વ ના તહેવાર એકદમ નજીક આવતો હોઇ અને ડીસા શહેરમાં રાજસ્થાન ની મારવાડી લોકો ડીસા શહેરમાં ધંધા-રોજગાર માટે રહેતા હોય મારવાડી લોકો દ્વારા રાજસ્થાની ગીતો તેમજ ફાગ ગાયને લોકોને આનંદથી વિભોર કરતા હોય તેમ જ રાજસ્થાની મારવાડી મહિલાઓ દ્વારા ફાગ ગાતાં  ડીસા શહેરમાં નજરે પડે છ         વિનોદભાઈ બાડીવાળા

હોળી- ધૂળેટીની ઉજવણીનો થનગનાટ

હોળી- ધૂળેટીની ઉજવણીનો  થનગનાટ    ડીસા હોળી - ધૂળેટીનો તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે તા. ૯/૦૩/૨૦૨૦ ને સોમવાર ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક, મહોલ્લામાં છાણા, લાકડાંની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ લોકો હોળીના સ્થાને વાજતે ગાજતે ઢોલ, શરણાઈ, ડી.જે, બેન્ડવાજા વગેરે વાજીંત્રો વગાડતાં એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુ હોમી તેનું પુજન કરે છે. હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા ઉપર અબીલ, ગુલાબ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો પ્રેમ અને આનંદ વ્યક્ત કરે છે. આજના યુગમાં કેટલીક જગ્યાએ રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે પણ બને તેટલા તેનાથી દૂર રહેવું હિતાવહ છે....         ( વિનોદ બાંડીવાલા) G Express News Network 

જમનાબાઈ પ્રા.શાળા ડીસા નું ગૌરવ....

જમનાબાઈ પ્રા.શાળા ડીસા નું ગૌરવ.... જમનાબાઈ પ્રા.શાળા ડીસા સરકારી શાળાના 13 બાળકોએ રાષ્ટ્રીય કક્ષાની ઇન્ડિયન ટેલેન્ટ નેશનલ કક્ષાએ ભાગ લીધેલ ભાગ લીધેલ જેમાં પ્રથમ રાઉન્ડમાંથી 5 બાળકો બીજા રાઉન્ડ માટે સિલેક્ટ થયેલા.બીજા રાઉન્ડમાં કુમારી ભૂમિકાબેન રમેશભાઈ સોલંકીએ સમગ્ર ભારતમાં ધો 7 માં જનરલ નોલેજ   માં 14 રેન્ક મેળવી એવોર્ડ માટે પસંદગી પામતાં જમનાબાઈ પ્રા.શાળાનું નામ રોશન કરેલ છે.આ પરીક્ષા માં ધો 6 થી 8 ના શિક્ષક મિત્રોએ દરેક વિષય નું માર્ગદર્શન આપ્યુ હતું.સમગ્ર પરીક્ષા માટે શાળાના શિક્ષક મોતીભાઈ વાઘેલા એ બાળકોને પરીક્ષા પદ્ધતિ અંગે સમજ આપી હતી.તમામ ભાગ લેનાર બાળકોને શાળા પરિવાર તથા સી.આર.સી.કો.હિતેષભાઈ દવે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. વિનોદભાઈ બાંડીવાલા

હોળીના પવૅમાં સિંધી ધેવરનો મહીમા .....

હોળીના પવૅમાં સિંધી ધેવરનો મહીમા .....        ભારતીય સંસ્કૃતિમાં હોળીનો પવૅ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફાગણ સુદ-પૂનમે હોળીનો તહેવાર હોઈ લોકોમાં ઉત્સાહ છવાયો છે. હોળીના દિવસે ધરે  આવેલ મહેમાનોને મોં મીઠુ કરાવવા સિંધી ધેવરનું ધૂમ વેચાણ થાય છે. લોકો આવેલ મહેમાનોનું સ્વાગત કરવા સિંધી ધેવર ખવડાવતાં હોઈ ધેવરનું ધૂમ વેચાણ થવા પામ્યુ છે...        ( વિનોદ બાંડીવાલા)  G Express News Network 

आंगनवाड़ी केंद्र में एक कुपोषित बच्चे को पौष्टिक भोजन दिया गया

स्वास्थ्य कार्य कर्ता चिराग चावड़ा को राधनपुर तहसील के रविनगर गाँव के आंगनवाड़ी केंद्र में एक कुपोषित बच्चे को पौष्टिक भोजन दिया गया और आंगनवाड़ी में रहने वाले बच्चों को पौष्टिक भोजन दिया गया।   व बच्चे को गोद लिया गया था जबकि जी.एस.  रात के दौरान सरकार एक कुपोषण मुक्त अभियान चला रही थी, स्वास्थ्य कार्यकर्ता ने कुपोषित बच्चे को दाल की किट देने के साथ-साथ आंगनवाड़ी में रहने वाले बच्चे को पौष्टिक भोजन देने में भाग लिया।  आगनवाड़ी आशा बहन की मदद से, कार्यक्रम एक सफल कार्यक्रम था पाटन  से  जेठी नीलेश की रिपोर्ट

ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરાઈ

ડીસા શહેરમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરાઈ ડીસા બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવાની કવાયત વચ્ચે આજે જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી ના અધ્યક્ષસ્થાને તેમજ  પ્રદેશ સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર, ભીલડી પ્રમુખ નરસિંહ દેસાઇ વડાવલ , સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં  રવિવારે ડીસાના વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી ડીસા શહેર ના પત્રકારોની બેઠકમાં  પત્રકાર એકતા સંગઠનની રચના કરી નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં ડીસા શહેર પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે દીલીપભાઇ ત્રિવેદી , ઉપપ્રમુખ તરીકે રવિભાઇ ખત્રી તથા હર્ષદભાઇ સોની, મહામંત્રી તરીકે કાંતીભાઇ લોધા તથા આનંદભાઇ ઠકકર, મંત્રી તરીકે અંકુરભાઇ ત્રિવેદી તથા નિરજભાઇ બોડાણા , સહમંત્રી તરીકે કાંતીભાઇ જોષી તથા હસમુખભાઈ ઠકકર , ખજાનચી તરીકે દરગાભાઇ સુંદેશા અને આઇટી સેલના કન્વીનર તરીકે પ્રતિકભાઇ રાઠોડની બિનહરીફ વરણી કરાઈ હતી. ડીસા પત્રકાર એકતા સંગઠનના હોદેદારોએ એકબીજાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.     અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકાર એકતા સંગઠનના બાહોશ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, સંયોજક સલીમભાઈ