सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

सितंबर, 2022 की पोस्ट दिखाई जा रही हैं

રોટરી ડીવાઈન ડીસા નો સ્થાપના દિવસ ઉજવ્યો..

રોટરી ડીવાઈન ડીસાનો સ્થાપના દિવસ ઉજવ્યો.. રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા  રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા ચાર્ટર ડેની ઉજવણી નિમિત્તે આશાકિરણ સ્કૂલના બાળકોને સ્કૂલ યુનિફોર્મ તરીકે ટીશર્ટ નું વિતરણ કરવામાં આવ્યું.. અને સાથે ક્લબને બે વર્ષ પૂર્ણ થવાથી કેક કટીંગ અને સ્વીટનું વિતરણ કરવામાં આવ્યું.. જેમાં ટીશર્ટ ના દાતા અરવિંદભાઈ શાહ હતા અને કેક ના દાતા રોટે.ફાલ્ગુનીબેન ઠક્કર હતા.. આ કાર્યક્રમ આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ( ચાર્ટડ પ્રમુખ ) ની ઉપસ્થિતિ માં પ્રમુખ રોટે. ડાક્ટર બિનલબેન માળી, મંત્રી રોટે. હિનલબેન અગ્રવાલ, ડૉક્ટર વર્ષાબેન કાંતાબેન , ગીતાબેન અલ્પાબેન , અરુણાબેન ફાલ્ગુનીબેન , વીણાબેન અભિલાષાબેન વગેરેએ હાજર રહી ને સ્થાપના દિવસને સફળતાથી ઉજવ્યો હતો..

ધાંગધ્રા આમ આદમી પાર્ટી રોકડિયા હનુમાન સામે ગેરંટી કાર્ડ વિતરણ કર્યા..

આજરોજ ધાંગધ્રા આમ આદમી પાર્ટી રોકડિયા હનુમાન સામે ગેરંટી કાર્ડ વિતરણ કર્યા.. ગેરંટી કાર્ડ માં પબ્લિક નો સારો રિસ્પોન્સ મળ્યો હતો.. લોકો એ ભાવભર ગેરંટી કાર્ડ નું રજીસ્ટ્રેશન કરાવડાવ્યું હતું, આ માંથી પાર્ટીનો દાવો છે કે તે ગેરેંટી આપી છે ખોટા વાયદા નહીં.. ગુલઝાર વડાણીયા સંગઠન મંત્રી, એચ કે પટેલ સંગઠન મંત્રી, ઘનશ્યામભાઈ પટેલ ધાંગધ્રા વિધાનસભા કોડીનેટર, મનજીભાઈ છાસીયા સહ સંગઠન મંત્રી, સુખાભાઈ ચૌહાણ સહ સંગઠન મંત્રી, અમિતભાઈ શેખ સહ સંગઠન મંત્રી, રાજેન્દ્રસિંહ પરમાર સંગઠન મંત્રી, શાહરૂખ દિવાન સહ સંગઠન મંત્રી, સમીના સૈયદ વગેરે હાજર રહ્યા.

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું..

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.. ( રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા ) ડીસા Dy. SP ડોક્ટર કુશલ ઓઝા અને દક્ષિણ પી.આઇ. શક્તિસિંહજી અને તમામ સ્ટાફે વૃક્ષારોપણ કર્યું.. આજે ભારત ના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો 72 મો જન્મ દિવસ ની ઉજવણી આખા ભારત વર્ષ માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..  ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ના સ્ટાફ તરફ થી પણ વડાપ્રધાન ને દીર્ઘ આયુષ્ય અને ભગવાન હંમેશા એમને સ્વસ્થ રાખે એવી શુભકામનાઓ પાઠવી વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ડીસા ના ડીવાય.એસપી. કુશલ ઓઝા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ના પી.આઇ. શક્તિસિંહ ગોહિલ સહિત કેવળભાઈ , પ્રવીણભાઈ , મિલનભાઈ, નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ અન્ય સ્ટાફ દ્વારા વૃક્ષો વાવીને પ્રકૃતિનો જતન કરવું અને આવનાર ભવિષ્ય ને પણ સુંદર બનાવો એ હેતુને સાર્થક કરવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ની અંદર આવેલા બગીચા મા

ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો..

ધ્રાંગધ્રા નાં પ્રથુગઢ પાસે બાઇક ચાલક નું નીલગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.. બાઇક ચાલક ને સુરેન્દ્રનગર નાં ટીબી હોસ્પિટલ ખસેડવા માં આવતા જતા બાઇક ચાલક નું હોસ્પિટલ માં નિપજ્યું મૌત.. બાઈક ચાલક નું નામ મહેબૂબ ભાઈ મુસ્તુફા ભાઈ મીરા જાણવા મળ્યું છે..

રોટરી ક્લબ ડિવાઈન ડીસા માં ડીસ્ટ્રીક્ટ 3054 નું ડીસ્ટિકના ગવર્નર બળવંતસિહજી ચિરાના સર ના માર્ગદર્શન હેઠળ, ડીસામાં ઉત્તર ગુજરાત માટે નવા સભ્ય ઓરિએન્ટેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું..

રોટરી ક્લબ ડિવાઈન ડીસા માં ડીસ્ટ્રીક્ટ 3054 નું  ડીસ્ટિકના ગવર્નર બળવંતસિહજી ચિરાના સર ના માર્ગદર્શન હેઠળ.. રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા ડીસામાં ઉત્તર ગુજરાત માટે નવા સભ્ય ઓરિએન્ટેશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું..  જેમાં ઉત્તર ઝોન ની 15 જેટલી ક્લબો એ ભાગ લીધો હતો..  15 ક્લબ ના 102 રોટેરિયન સભ્યો નોંધાયા હતા અને આ સેમિનાર માં નવા સભ્યને રોટરી ઈન્ટરનેશનલ વિશે માહિતગાર કરવા પીડીજી આશિષભાઈ દેસાઈ, પીડીજી બીનાબેન દેસાઈ, ડીજીઇ મેહુલભાઇ રાઠોડ, એજી ડો. રીટાબેન પટેલ, રોટે. ધર્મેન્દ્રભાઈ જોષી, એજી ડો.જયેશભાઈ સુથાર, રોટે દીપકભાઈ પંડ્યા, રોટે વિક્રમભાઈ ઠક્કર, રોટે નૈમિષભાઈ રવાણીએ વિવિધ વિષયો પર પોતાની ફરજ બજાવી હતી, અને રોટરી વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી.. ક્લબ પ્રમુખ ડો.બીનલબેન માળી,  મંત્રી હિનલબેન, એજી ડો.રીટાબેન પટેલ, મીટ ચેર રોટે. ડોક્ટર અવની ઠક્કર, મીટ કો-ચેર રોટે ગીતા વ્યાસ સહિતની સમગ્ર ટીમે કરી હતી.. સેમિનાર માં  રોટે ડોક્ટર જીગીષા પ્રજાપતિ અને  રોટે ડોક્ટર વર્ષા પટેલ દ્વારા કાર્યક્રમ નુ સંચાલન કરવામાં આવ્યું હતું.. મહિલા ક્લબ માત્ર બે વર્ષ જૂની હોવા છતા

AMBAJI/માં અંબા ને 500 ગ્રામ સોના ની ભેટ..

માં અંબા ને 500 ગ્રામ સોના ની ભેટ.. અમદાવાદ નાં ભક્ત દ્વારા માં અંબા ને આપવામાં આવી સોના ની ભેટ.. ભાદરવી પૂનમ ને લઇ લાખો ભક્તો આવી રહ્યા છે માના દર્શને... માના દરબાર માં અનેક  ભક્તો દ્વારા આપવામાં  આવી રહી છે સોના ચાંદી સહિત ની ભેટ..

AMBAJI/અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન્ન થતા સમગ્ર વહીવટીતંત્રની ટીમ વતી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે પ્રથમવાર માં અંબાના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી..

અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન્ન થતા સમગ્ર વહીવટીતંત્રની ટીમ વતી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે પ્રથમવાર માં અંબા ના શિખરે ધજા ચડાવી ધન્યતા અનુભવી.. (રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા)  અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2022 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.. માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહા મેળો સુખરૂપ સંપન્ન થયો છે ત્યારે મેળાના ઇતિહાસમાં પ્રથમવાર જ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા માતાજીને મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં ધજા ચડાવી સમગ્ર વહીવટીતંત્ર " ટીમ બનાસકાંઠા" અને લાખો શ્રદ્ધાળુઓ વતી માં અંબા પ્રત્યે ધન્યતા અને આભારની લાગણી વ્યક્ત કરી હતી..         બે વર્ષ બાદ યોજાઈ રહેલો ભાદરવી પૂનમનો આ વખતે વહીવટીતંત્ર માટે એક પડકાર સમાન હતો. શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્ત

AMBAJI : અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યોઃ માતાજીને ધજા ચડાવી સફાઇકર્મીઓનું સન્માન કરાયું..

અંબાજી ભાદરવી મેળાને સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યોઃ માતાજીને ધજા ચડાવી સફાઇકર્મીઓનું સન્માન કરાયું.. મેળાની સફાઇ કામગીરીમાં સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે.. (રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા )   તારીખ ૫ સપ્ટે્મ્બર થી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન સ્વચ્છતાના સૈનિકો તરીકે સેવા આપીને મેળાના સ્વચ્છ- સુંદર રાખનાર સફાઇકર્મીઓ અને આ વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓનો બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિવલ ખરેએ આભાર વ્યક્ત કરી તેમને માતાજીનો પ્રસાદ અને ફોટો આપી સન્માન કરાયું હતું..    જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મેળાની સફાઇ કામગીરી માટે સુરત અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આવતીકાલે આ સફાઇકર્મીઓ આપણી વચ્ચેથી વિદાય લેવાના છે ત્યારે આજે અમે માતાજીને ધજા ચડાવી છે..  અને તમામ પાયાના સફાઇ કર્મચારીઓનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું છે. તેમણે કહ્યું કે, ગઇકાલ

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે જીયોમેમ્બ્રન સાથેની ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ..

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે જીયોમેમ્બ્રન સાથેની ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ.. ખેત તલાવડીઓ ના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે -: મંત્રીશ્રી ઋષિકેશ પટેલ.. રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા રૂપિયા ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ ૧૮૧ ખેત તલાવડીથી ૭૬૦૦ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે..              બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ જીયોમેમ્બ્રન ૧૮૧ ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું  લોકાર્પણ કરાયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાવ, થરાદ અને ભાભર તાલુકાના ભૂગર્ભ જળની સપાટી ખૂબ ઉંડી જવાથી સિંચાઇ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના અમલી બનાવાઇ છે.            આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુતો ખેત તલાવડીના પાયલોટ પ્રોજેક્ટથી માહિતગાર થા

JASOL/त्रयोदशी पर जसोलधाम में मां की एक झलक पाने के लिए आतुर दिखे लाखो श्रद्धालु..

त्रयोदशी पर जसोलधाम में मां की एक झलक पाने के लिए आतुर दिखे लाखो श्रद्धालु.. श्रदालुओं ने माजीसा की मोहिनी मूर्त देख सुख समृद्धि की मांगी में मन्नत भोर की पहली किरण के साथ उमड़ा माजीसा के भक्तों का ज्वार.. जसोल- पश्चिमी राजस्थान का शक्तिपीठ स्थल व आस्था की नगरी जसोल धाम में भाद्रपद शुक्ल त्रयोदशी गुरुवार को जगतजननी श्री माता राणी भटियाणी मंदिर में दर्शन पूजन के लिए श्रद्धालुओं का सैलाब उमड़ पड़ा। हजारों-हजारों श्रद्धालु उमडऩे पर मंदिर मुख्य द्वार-प्रवेश मार्ग तक लंबी कतारें नजर आई। बच्चे से लेकर बुजुर्ग तो महिलाएं मुख्य प्रवेश द्वार से बाहर तक कतारों में मां की एक झलक पाने के लिए आतुर नजर आए। घंटों प्रतीक्षा बाद आई बारी पर श्रद्धालुओं ने मंदिर में दर्शन-पूजन कर व प्रसाद चढ़ा परिवार में खुशहाली की कामना की। भजन गाते हुए जयकारे लगाए। इस पर पूरे दिन धर्ममय माहौल रहा। सुबह 5.30 बजे आरती के लिए मंदिर के पट (दरवाजे) खुले तो कतारों में खड़े श्रद्धालु उत्साह से मां के जयकारे लगाते नजर आए, वहीं मंदिर में पहले पूजा-अर्चना को लेकर श्रद्धालुओं में होड़ सी देखने को मिली। श्रद्धालुओं ने श्री माता राणी

AMBAJI/અંબાજી મંદિરની રોશની થી ચાચર ચોક માં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ.. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો..

અંબાજી મંદિરની રોશની થી ચાચર ચોક માં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ.. માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો.. સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું.. રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા          માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે..... બોલમાડી...... અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે.            શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજી માં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે  તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા

યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર, ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો..

યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર, ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો.. રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા દૂર-દૂરથી પગપાળા યાત્રા કરીને આવતા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા          પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પગપાળા યાત્રા કરીને અંબાજી આવીને માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે.  અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઇભક્તો ગરબામાં જોડાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે.   અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્ય

AMBAJI/ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આજે ભાદરવી પૂનમના મેળામાં ગબ્બર ખાતે મહાઆરતીનું આયોજન..

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આજે ભાદરવી પૂનમના મેળામાં ગબ્બર ખાતે મહાઆરતીનું આયોજન.. રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા સુવિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મહાઆરતી નું ગાન થશે..           રાજ્ય સરકાર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળાને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા માટે ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરુપે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને  શ્રી શક્તિ સેવા કેન્દ્રના સહયોગ થી તા.9 મી સપ્ટેમ્બર ના રોજ ગબ્બર ખાતે સાંજે ૬:00 કલાકે ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

AMBAJI//ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમથી અંબાજી માં સર્જાયો મિની મહાકુંભ...

સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિરસ માં તરબોળ..   ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમથી અંબાજી માં સર્જાયો મિની મહાકુંભ... રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા              વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ, રાત જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.....ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે..  અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર દર્શન કર્યાનો સંતોષ જોવા મળે છે..        અંબાજી મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમ સીમાથી ભવ્ય માહોલ જોવા મળે છે. દૂર દૂરથી પદયાત્રા કરીને દિવસોથી ચાલી રહેલા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા છે. અંબાજી મંદિર પરિસર અને રસ્તાઓ પર માતાજીના