જિલ્લામાં રચાયેલ ખાસ કિશોર પોલીસ એકમના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરોને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અને પોક્સો એક્ટ 2012 અંતર્ગત તેમને કરવાની થતી કામગીરી
આજરોજ તારીખ 28.12. 2019 ના રોજ હોટેલ હેલો પોઇન્ટ, પાલનપુર ખાતે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ અંતર્ગત જિલ્લામાં રચાયેલ ખાસ કિશોર પોલીસ એકમના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરોને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અને પોક્સો એક્ટ 2012 અંતર્ગત તેમને કરવાની થતી કામગીરી અને બાળ સુરક્ષા બાબતે સંવેદના વધારવા બાબતનો તાલીમ કાર્યક્રમ યોજાયો, જે તાલીમ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આર.કે પટેલ સાહેબ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ તાલીમાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરુ પાડેલ, આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.કે. જોશી સાહેબ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ સોનેરી સાહેબ તથા તાલીમ કાર્યક્રમના વિષય નિષ્ણાત તરીકે શ્રી ધ્રુવકુમાર જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, આ તાલીમ કાર્યક્રમમાં તાલીમાર્થી ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરોને બાળકોની સુરક્ષા માટે કાયદા અંતર્ગત તેમને કરવાની થતી કામગીરી થી માહિતગાર કરવામાં આવ્યા હતા, આ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. એન.વી.મેણાત અને તેમની કચેરીના તમામ અધિકાર